Study Abroad : અમેરિકા અને કેનેડા હાલ ભારતીયો માટે હોટ ફેવરિટ છે. અહી જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. આવામાં કેનેડાની સરકારે એચ-1 બી વિઝાધારકો માટે વિઝાની સ્કીમ લોન્ચ કરી હતી. ત્યારે અમેરિકામાં રહેતા એચ-1 બી વિઝાધારકોની કેનેડામાં વર્ક પરમિટ લેવા માટે પડાપડી થઈ રહી છે. પરંતું H-1B વિઝા અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. H-1B વિઝા ઈચ્છતા ભારતીયો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા લોટરીનો બીજો રાઉન્ડ યોજશે. તેથી જો તમને અમેરિકા જવાના ખ્વાબ પૂરા કરવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

H-1B વિઝા મેળવવા દરેક ભારતીયનું સપનુ હોય છે. આ વિઝા મેળવવા માટે ગુજરાતીઓ ગમે તે જોખમ ખેડવા તૈયાર થાય છે. સારા સમાચાર એ છે કે, ગત માર્ચ મહિનામાં USCIS દ્વારા એચ1બી વિઝાની લિમિટ મુજબ રેન્ડમ પસંદગી કરાઈ હતી. હવે ડ્રો સિસ્ટમના આધારે વિઝા મેળવનારા લોકોનો બીજો રાઉન્ડ યોજવામાં આવશે. 


કેનેડા-અમેરિકામાં પેનિક સ્થિતિ : આ વસ્તુ ખરીદવા સુપરમાર્કેટમાં ગુજરાતીઓએ કરી પડાપડી


ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં નાણાકીય વર્ષ 30 સપ્ટેમ્બરના રોજ પૂરું થતું હોય છે. ત્યારે નવા નાણાંકીય વર્ષ માટે USCISએ એચ-1બી વિઝા માટે 7.58 લાખ રજિસ્ટ્રેશન મેળવ્યા હતા. USCISએ 85,000ના વાર્ષિક ક્વોટા માટે 1.10 લાખ રજિસ્ટ્રેશન પસંદ કર્યા હતા. USCISએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે નાણાકીય વર્ષ 2023ના આંકડાકીય લક્ષ્યને પહોંચી વળવા માટે આપણે વધારાના રજિસ્ટ્રેશન પસંદ કરવાની જરૂર છે. ટૂંક સમયમાં અમે અગાઉ સોંપવામાં આવેલા ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનમાંથી વધારાના રજિસ્ટ્રેશનની પસંદગી કરીશું.


તેથી જે ઉમેદવારો વર્ષ 2024 માટે રજિસ્ટ્રેશન માટે પસંદગી પામ્યા છે, તેઓને એચ-1બી વિઝા માટે પિટીશન ફાઈલ કરી કરવાની રહેશે. જે લોકોની નવા વર્ષ માટે પસંદગી કરવામાં આવી છે. તેઓને એપ્રિલ 2023 થી 30 જુન 2023 સુધી ફાઈલિંગ કરવાનું હતું. 


ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીનો કોઈ અત્તોપત્તો નથી, ફ્રાન્સની જેલમાં હોવાની


ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં રહેવુ હોય તો એચ-1બી વિઝા બહુ જ જરૂરી છે. પરંતુ આ વિઝાની મર્યાદા નક્કી હોય છે. તેની જરૂરિયાત મુજબ જ વિઝા ઈશ્યુ કરવામાં આવે છે. ગુજરાતીઓ માટે એચ-1બી વિઝા એટલે સ્વર્ગની ટિકિટ જેવુ હોય છે. આવામાં અમેરિકામાં સિટીઝનશિપ મેળવવા માટે એચ-1બી વિઝાનો બીજો રાઉન્ડ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો એચ-1બી વિઝા માટે પડાપડી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. 


કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી


કેટલીક અમેરિકન કંપનીઓ એચ-1બી વિઝા માટે મોટાપાયે ગરબડ કરતી હોવાનું અમેરિકન સરકારના ધ્યાને આવ્યુ હતું. તેથી અમેરિકન સરકારે કડક પગલા લઈને તેની પેટર્ન બદલી નાંખી. વર્ષ 2022 માં પહેલીવાર મલ્ટિપલ લોટરીના રાઉન્ડ યોજાયા હતા. ત્યારથી દરેક નાણાંકીય વર્ષ માટે એચ-1બી વિઝા આપવા આ રીતે રાઉન્ડ યોજવામાં આવે છે. 


વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, અપહરણ કરીને અમદાવાદી યુવકની લાશ નદીમાં ફેંકી દીધી