ઇદની તડમારા તૈયારીઓ વચ્ચે પોલીસ દ્વારા તૈયાર કરાયો માસ્ટર પ્લાન, જડબેસલાક આયોજન
ઇદ-એ-મિલાદની SOPમાં સુધારો થતા મુસ્લિમ સમાજના લોકોમાં અન્યાયનો ગુસ્સો શાંત થયો. જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે અને એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પડાયો. સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. આ દરમિયાન કોવિડ-19 ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવો ઉલ્લેખ કર્યો હતો.
ઉદય રંજન/અમદાવાદ : ઇદ-એ-મિલાદની SOPમાં સુધારો થતા મુસ્લિમ સમાજના લોકોમાં અન્યાયનો ગુસ્સો શાંત થયો. જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે અને એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા 15 વ્યક્તિઓની મર્યાદાનો નિયમ બહાર પડાયો. સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી હતી. આ દરમિયાન કોવિડ-19 ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું પડશે તેવો ઉલ્લેખ કર્યો હતો.
વહુનો પરિવારે ભાગ પાડ્યો! સસરા સ્તન પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ...
રાજ્ય સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ અન્ય તહેવાર ની સરખામણી માં સરકારે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરવા કેટલાક નેતા કમિશનર ને મળવા પહોંચ્યા હતા. જોકે સરકારે તેમાં સુધારો કરતા હવે તેઓએ આ નિર્ણયને સ્વીકારી નિયમોનું પાલન કરવા અને કરાવવા બાંયધરી આપી છે.
તો બીજી તરફ પોલીસે પણ આ તહેવાર ને લઈને બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે. 19મીના રોજ શહેરભરમાં 13 ડીસીપી, 24 એસીપી, 70 પીઆઇ, 225 પીએસઆઇ, 6000 પોલીસકર્મી, એસઆરપી ની 2 થી વધુ કંપની, હોમગાર્ડ, પીસીઆર ગાડી, કયુ.આર.ટી વાહનો અને 91 શી ટીમ તૈનાત રાખવામાં આવશે. હાલ આગેવાનો દ્વારા વહેલી સવારથી આ ધાર્મિક તહેવાર ઉજવણી કરી બને એમ ઝડપથી તમામ ગાઈડલાઈન સાથે પૂર્ણ કરવાની અધિકારીઓને ખાતરી આપી છે. તો બીજી તરફ જો કોઈ નિયમોનો ભંગ થશે તો પોલીસ પણ કાર્યવાહી કરતા ખચકાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube