વહુનો પરિવારે ભાગ પાડ્યો! સસરા સ્તન પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ...

ઘર કંકાસ અને સાસરિયાઓના ત્રાસના કારણે પરણિતાઓ દ્વારા વારંવાર પોલીસ ફરિયાદો કરવામાં આવતી રહે છે. દરરોજ આવા કિસ્સાઓમાં વધારો થાય છે. શહેરમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. 

Updated By: Oct 18, 2021, 04:04 PM IST
વહુનો પરિવારે ભાગ પાડ્યો! સસરા સ્તન પર, જેઠ પેટ પર હાથ ફેરવતા અને પતિ...
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : ઘર કંકાસ અને સાસરિયાઓના ત્રાસના કારણે પરણિતાઓ દ્વારા વારંવાર પોલીસ ફરિયાદો કરવામાં આવતી રહે છે. દરરોજ આવા કિસ્સાઓમાં વધારો થાય છે. શહેરમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના સોલા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને મોટા સસરા તથા સાસુ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પરણિતાએ શારીરિક, માનસિક ત્રાસ, બળાત્કાર, છેડતી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ કરતા ચકચાર મચી છે. 

કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો દ્વારા સોમનાથ મંદિરની સુરક્ષા, 700 મિટરની ઊંચાઈથી પેટ્રોલિંગ કરાયું

પરણિતાની ફરિયાદ અનુસાર પતિ અને સાસરિયાઓ દહેજની માંગણી કરતા હતા. પતિ દ્વારા વારંવાર જબરદસ્તી શારીરિક સંબંધ બનાવવામાં આવતો હતો અને માર પણ મારવામાં આવતો હતો. સસરા અને જેઠ પતિની ગેરહાજરીમાં પોતાના બેડરૂમમાં આવી જતા હતા. જબરદસ્તી કપડા ઉતારી દઇને મહિલાના છાતી તથા પેટના ભાગે હાથ ફેરવવા લાગતા હતા. આ ઉપરાંત શારીરિક સંબંધો બાંધવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે પતિનું ધ્યાન દોરતા તેણે કહ્યું કે આવું જ રહેશે તને ફાવતું હોય તો રહે. 

ઈદ-એ-મિલાદ માટે સરકારે જાહેર કરી ગાઇડલાઇન, મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં જુલુસ કાઢી શકાશે

આ ઉપરાંત પતિએ પોતાના મોટા ભાઇ અને પિતા સાથે પરિણીતાના ભાગ પાડ્યા હતા. સ્તનનો ભાગ સસરાને, પેટનો ભાગ જેઠનો અને ગુપ્તાંગનો ભાગ પતિનો હોવાનો પણ તેણે આરોપ લગાવ્યો હતો. આ તમામ હરકતોથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આદરી છે. સોલા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે. જો કે આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube