ગૌરવ પટેલ, અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના વાયરસને લઈને વળી પાછા સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે આ સાથે સરકાર પર અનેક આક્ષેપો કર્યાં. તેમણે કહ્યું કે 'WHOએ જાન્યુઆરીમાં જ કોરોનાની મહામારી અંગે ચેતવણી આપી હતી. પણ ગુજરાત સરકાર ઊંઘતી રહી.' તેમણે ફરીથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'સરકાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વ્યસ્ત રહી અને આજે ગુજરાતમાં 700થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

N-95 માસ્કના ભાવ અંગે મોટો વિવાદ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનનું મહત્વનું નિવેદન


અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આક્ષેપો કરતા કહ્યું કે, '22 જાન્યુઆરીના રોજ કોરોનાની મહામારી અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો. જરૂરી મેડીકલ સાધનો અને સર્જીકલ ઈક્વિપમેન્ટ્સ તૈયાર રાખવા જણાવવામાં આવ્યું હતું. પરિપત્ર થયો હોવા છતાં આપણા દેશમાંથી પીપીઈ કીટ અને વેન્ટિલેટર એક્સપોર્ટ કરાયા. ચાર મહિનાના સમયમાં સરકારે કેમ પીપીઈ કીટ અને વેન્ટિલેટર ખરીદી ન લીધા. નમસ્તે ટ્રમ્પ માટે રાતો રાત રસ્તા બન્યા ફૂટપાથ બન્યા તો કોરોના માટે પુરતી તૈયારીઓ કેમ ન કરી.' 


ચાવડાએ કહ્યું, 'સિવિલના રેસિડેન્ટ ડોક્ટરે પત્ર લખવા પડ્યા પણ સરકાર ઉંઘતી રહી. વેન્ટિલેટરના નામે ધમણનો ઉપયોગ કરવો પડ્યો પણ સરકાર ન જાગી. સરકારે પોતાની નિષ્ફળતા ઘટાડવા માટે ટેસ્ટિંગ બંધ કર્યા. ફિલ્ડમાં કાર્ય કરતા અધિકારીને બદલી નાખ્યા. હાઈકોર્ટે સુઓમોટો લીધો ત્યારે નાયબ મુખ્યમંત્રી સામે આવ્યાં.' તેમણે કહ્યું કે 'ગુજરાતની જનતાને નિવેદન નહીં પણ યોગ્ય પગલાં જોઈએ છે. ગુજરાતની જનતા મરતી હોય ત્યારે ચૂંટાયેલી સરકારની જવાબદારી બને છે કે પ્રજા વચ્ચે જઈને તેમની સમસ્યાનો ઉકેલ લાવે.'


અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓ માટે સરકારે બહાર પાડી એડવાઈઝરી, ખાસ જાણો


સરકાર પર વધુ પ્રહારો કરતા તેમણે કહ્યું કે 'સરકાર નક્કર પગલાં લઈ કોરોના વાયરસને મ્હાત કરવા માટે તાત્કાલિક પગલાં લે. અધિકારીઓના બદલે ચૂંટાયેલી પાંચ ફ્રન્ટ લાઈનમાં આવે. કોંગ્રેસ કોરોનાની મહામારીમાં લડવા માટે સરકારની સાથે છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. લોકડાઉન બાદ એક પણ વર્ગ એવો નથી કે જે સરકારની નિષ્ફળતાથી પરેશાન ન હોય. એક પોઝિટિવ કેસ આવ્યો હોય ત્યારે સરકારે ચિંતા કરવાની હોય પણ સરકાર ઊંઘતી રહી.' 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube