N-95 માસ્કના ભાવ અંગે મોટો વિવાદ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનનું મહત્વનું નિવેદન

ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન માત્ર 50 રૂપિયામાં સારી ક્વોલિટીના માસ્ક લોકોને ઉપલબ્ધ કરાવશે. એસોસિએશનનું કહેવું છે કે અચાનક માગણી વધવાથી માસ્કના ભાવ વધ્યા હતાં પરંતુ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અનેક લોકો માસ્ક બનાવતા થયા એટલે ફરીએકવાર ભાવમાં ઘટાડો થયો છે. 

N-95 માસ્કના ભાવ અંગે મોટો વિવાદ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનનું મહત્વનું નિવેદન

અતુલ તિવારી, અમદાવાદ: ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. N-95 માસ્ક ફેડરેશનના પ્રયાસથી સારી ગુણવત્તાવાળા ગ્રાહકોને માત્ર 50 રૂપિયા પચાસમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. હવે ફેડરેશન માત્ર 50 રૂપિયામાં ગ્રાહકોને સારી ક્વોલિટીના માસ્ક આપશે. જોકે આ મામલે પહેલા માસ્કના ભાવ વધારે અને પછી સરકારે 65 રૂપિયે અમૂલ પાર્લરમાં વેચાણ શરૂ કરાવ્યાં, ત્યારબાદ હવે 50 રૂપિયામાં માસ્કનું વેચાણ શરૂ કરાતા ભાવ અંગે વિવાદ પેદા થયો છે. હવે N95 માસ્ક મામલે ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે. 

ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર પટેલે કહ્યું કે આજથી અમદાવાદની દવાની દુકાનો પર N95 માસ્ક પહોંચાડી દેવામાં આવશે. તમામ દવાની દુકાનો પરથી માત્ર 50 રૂપિયામાં માસ્ક મળી રહેશે. 1 લાખ જેટલા માસ્ક દવાની દુકાનો સુધી પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોના પહેલા N95 માસ્કના ભાવ 50 રૂપિયાની આસપાસ જ હતો. પણ અચાનક માગવધી હતી એટલે ભાવમાં ખૂબ વધારો નોંધાયો હતો. હવે આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત અનેક લોકો માસ્ક બનાવતા થયા છે એટલે ફરી એકવાર ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

જુઓ LIVE TV

રાજેન્દ્ર પટેલે કહ્યું કે, સરકારે જ્યારે અમૂલ પાર્લરથી માત્ર 65 રૂપિયામાં માસ્ક આપ્યા તે સમયે અમે પણ માસ્ક દવાની દુકાનો પર માગ્યા હતા પરંતુ ન મળી શક્યા. ત્યારબાદ અમે અનેક N95 માસ્ક બનાવતા લોકો સાથે વાત કરી અને આખરે લોકોને સસ્તા અને સારા માસ્ક મળી રહે તે માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારું એસોસિએશન ભાજપ કે સરકાર સાથે જ છે, અમે સાથે મળીને કામ કરીશું.  આ સિવાય અમે 3 લેયર માસ્ક પણ દવાની દુકાનો પર માત્ર 5 રૂપિયામાં મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news