હાર્દિકની દરખાસ્ત નથી મળી, આશા પટેલ સમજૂતી બાદ ભાજપમાં જોડાયા: અમિત ચાવડા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, જે બેઠક દિલ્હી ખાતે જ મળતી હોય છે. પરતું રાહુલ ગાંધીએ આ પરંપરા તોડી સીડબ્લ્યુસીની બેઠક દિલ્હી બહાર બોલાવવાની શરૂઆત કરી છે.
તેજશ મોદી, સુરત: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 14મી જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલની રેલીને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને પગલે સુરત ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુરતની બેઠકમાં હાજર રહ્યાં હતા. અમિત ચાવડાએ રાહુલની મુલાકત ઉપરાંત હાર્કિક પટેલ અને આશા પટેલ મુદ્દે ટીપ્પણી કરી હતી.
વધુમાં વાંચો: અમદાવાદ મેટ્રોઃ જાણો આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી રસપ્રદ માહિતી...
અમિત ચાવડાએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, આગામી 14 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. રાહુલ ગાંધી દક્ષીણ ગુજરાતમાં વલસાડ ખાતે રેલીને સંબોધશે. ખેડૂતોની જમીન પાણીના ભાવે લેવામાં આવી રહી છે. ખેડૂતો વળતર મુદ્દે લડી રહ્યા છે. તો આદિવાસીઓની પરિસ્થિતિ પણ ખુબ ખરાબ છે, આ તમામ બાબતોની સ્થિતિ જાણવા અને તમામને મળવા માટે રાહુલ ગાંધી આવી રહ્યા છે. કોંગ્રસને કપરા સમયમાં જે ધરતીએ હંમેશા સફળતા અપાવી છે, તે વલસાડ ખાતે રાહુલ ગાંધી આવશે.
વધુમાં વાંચો: સીઝનલ ફ્લૂઃ 1 જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં 1117 કેસ નોંધાયા, 51નાં મોત
CWCની બેઠક ગુજરાતમાં
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, જે બેઠક દિલ્હી ખાતે જ મળતી હોય છે. પરતું રાહુલ ગાંધીએ આ પરંપરા તોડી સીડબ્લ્યુસીની બેઠક દિલ્હી બહાર બોલાવવાની શરૂઆત કરી છે. ત્યારે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસની લાગણી હતી કે આ વખતે CWCની બેઠક ગુજરાતમાં થાય, આ અંગે અમે વિનંતી દિલ્હી મોકલી આપી છે. આશા છે કે ગુજરાતના કાર્યકરોને CWCનો લાભ મળશે.
[[{"fid":"202363","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
હાર્દિક પટેલ લોકસભાની ચુંટણી લડવાના મુદે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, હાર્દિક કોંગ્રેસમાંથી ચુંટણી લડવાનો છે તેની અધિકૃત દરખાસ્ત આવી નથી. તેઓ એક લોકપ્રિય યુવા નેતા છે. ખેડૂતોની માટે પણ લડી રહ્યાં છે પરતું કોઈ દરખાસ્ત આવી નથી. જયારે આવી કોઈ વાત આવશે તો વિચાર કરીશું. અત્યારે કોઈ વાત નથી મળી. આ અંગે કોઈ નિર્ણય પણ લેવાનો હશે તો હાઈકમાન્ડ નિર્ણય લેશે. કોંગ્રેસમાં જે પણ આવા માંગતા હોય તેનું સ્વાગત છે. કોઈને પણ ચુંટણી લડવાનો અધિકાર છે.
વધુમાં વાંચો: આશાબેન પટેલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મોડી રાત્રે વિશેષ બેઠક
આશા પટેલ મુદ્દે ચાવડાએ કહ્યું હતું કે, તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. કોંગ્રેસ લોકોની પાર્ટી છે. 132 વર્ષમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે. કેટલાક લોકો વ્યક્તિગત રીતે પક્ષ પલટો કરે છે. પરતું કોંગ્રસમાં હજારો કાર્યકરો છે. જેથી નવી ટીમ કામ કરશે. પરતું આશા બેન આગળના દિવસે અમારી સાથે મીટીંગમાં હતાં, પરતું બીજા દિવસે તેમને રાજીનામું આપ્યું એટલે રાત્રે કઈ થયું હશે. તેમને સરકાર સાથે કોઈ સમજુતી અથવા તો કોઈ વાત થઇ હશે. જેને આધારે તેમને ભાજપમાં જોડાણ કર્યું.
વધુમાં વાંચો: લિંબાયતમાં બાળકીની છેડતી કરનારને લોકોએ જાહેરમાં પકડીને માર્યો
અમિત ચાવડાએ અલ્પેશ કથીરીયાના અલ્ટીમેટ અંગે કહ્યું હતું કે, સરદાર સાહેબ એક રાજ્ય, વર્ગ, દેશ કે સમાજના નેતા નહીં પરતું તેઓ વિશ્વના નેતા હતાં. તેમને ખુબ બલિદાન આપ્યું છે. અલ્પેશ કથીરીયાએ કયા અર્થમાં કહ્યું તેનો મને ખ્યાલ નથી, પણ સરદાર સામે તમામ માટે સન્માનીય નેતા છે. સરદાર પટેલ કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે. એટલે કોંગ્રેસે તેમને ક્યારેય મહત્વ નથી આપ્યું તે વાત સદંતર ખોટી છે.
વધુમાં વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલનો ભાજપમાં જોડાવાનો નિર્ણય
બેઠકમાં જુથવાદ દેખાયો
સુરત શહેર કોંગ્રેસની કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી હતી. જોકે અહીં પણ જૂથવાળ દેખાયો હતો. શહેર કોંગ્રસના પ્રમુખ બાબુ રાયકા દ્વારા નવી ટીમની જાહેર થયા બાદ નારાજગીનો દૌર શરુ થયો હતો. નારાજ નેતાઓએ ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો હતો. જોકે આજે મળેલી બેઠકમાં નારાજ નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આમ કોંગ્રસના નારાજ નેતાઓની નારાજગી હજુ સુધી દૂર થઇ નથી, તેવી બેઠકમાં કાર્યકરો ચર્ચા કરી રહ્યા હતાં.