કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલનો ભાજપમાં જોડાવાનો નિર્ણય
આવતીકાલે પાટણના સંકલન સંમેલનમાં હાજર રહી ભાજપમાં જોડાવા માટે આશા પટેલ ભાજપના ટોચના નેતાઓ સાથે કરશે સંપર્ક
Trending Photos
મહેસાણાઃ ઊંઝાના બાલાજી રિસોર્ટમાં આશાબેન પટેલના ભાજપમાં પ્રવેશનો માર્ગ મોકળો થઈ ગયો છે. અહીં યોજાયેલી બેઠકમાં કાર્યકર્તાઓએ આશાબેન ભાજપમાં જોડાય તેના મુદ્દે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. આશાબેન પટેલે કહ્યું કે, ભાજપ સાથે કોઈ ડીલ કરી નથી, હોદ્દો મળે કે ન મળે તેની મને કોઈ ચિંતા નથી.
ગુરૂવારે ઊંઝાના બાલાજી રિસોર્ટમાં આશાબેન પટેલના રાજકીય ભવિષ્યનો ફેંસલો કરવા માટે મોટી સંખ્યામાં તેમના ટેકેદારો ભેગા થયા હતા. આટા કડવા પાટીદાર યુવા સંગઠન સહિતના અનેક કાર્યકર્તાઓ સંમતિ દર્શાવી હતી.
સભામાં આવેલા આશાબેન પટેલે જણાવ્યું કે, "મેં કોઈ 20 કરોડ લીધા નથી કે મને વી.સી.નું પદ આપવાની કોઈ ઓફર મળી નથી. આ કોઈએ માત્ર અફવા ફેલાવી છે. હું વીસીના પદ માટે લાયક જ નથી. કોંગ્રેસમાં ઘણું જ અપમાન થયું છે. સ્વમાનના ભોગે મેં રાજીનામું આપ્યું છે. હું સત્તા ભુખી નથી."
આશાબેને વધુમાં જણાવ્યું કે, "જો ટેકેદારો કહેશે કે કોંગ્રેસમાં પાછા જવાનું છે તો હું ફરી પાછી જવા તૈયાર છું. જો તમે સન્યાસ લેવાનું કહેશો તો સન્યાસ લેવા તૈયાર છું. કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાવાની વાત કરી છે તેને માથે ચડાવું છું. હવે ભાજપના મોવડી મંડળનો સંપર્ક કરીને આવતીકાલે ભાજપમાં જોડવા અંગેનો નિર્ણય કરીશ."
આશા પટેલે જણાવ્યું કે, એપીએમસી અંગે પણ મારે કોઈ વાતચીત નથી. ભાજપમાં જોડાવા અંગે કોઈ ડીલ કરી નથી. જે કોઈ આવી વાતો કરે છે તે માત્ર અફવા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે