9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા મળી
અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે સીબીઆઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને આજીવન કેદ અને 60.50 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે પોતાના દીકરાને ન્યાય મળતા જેઠવા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, અને તેમણે ન્યાય મળ્યો તેવું કહ્યું હતું.
આશ્કા જાની/અમદાવાદ :અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે સીબીઆઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને આજીવન કેદ અને 60.50 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે પોતાના દીકરાને ન્યાય મળતા જેઠવા પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી, અને તેમણે ન્યાય મળ્યો તેવું કહ્યું હતું.
અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે, મને ન્યાય મળ્યો છે. મને કોઈ અપેક્ષા ન હતી તેવો ન્યાય મને મળ્યો છે. હું બધાનો આભાર માનું છું. મારા પરિવારને જે વળતર આપ્યું તેનાથી પણ હું ખુશ છું. તેમણે કહ્યું કે, આજના જજમેન્ટને હું અને મારો પરિવાર વધાવે છે. નવ વર્ષની લડતમાં આખરે અમને સફળતા મળી છે. આરોપીઓને જે સજા મળી છે, તો બરાબર છે ઉપલી કોર્ટમાં અમે જવા માંગતા નથી. મેં અને મારા પરિવારે જે દસ વર્ષ યાતના ભોગવી છે, ત્યારે આરોપીઓ બાકીની સજા ભોગવે તે જ યોગ્ય ગણાશે.
અમિત જેઠવા કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા
રાજકોટ : ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પૂર્વ પત્ની પર કર્યો એસિડ એટેક
આજે જો તમે અંબાજી જશો તો ત્યાંની તમામ દુકાનો બંધ મળશે, કારણ છે....
આ 7 આરોપીને આજીવન કેદ
આ કેસમાં સાત આરોપીઓ દિનુ બોઘા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :