ગાંધીનગર: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જવો મળી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પણ કવાયત શરૂ કરી દીધી છે. તો અમિત શાહ લોકસભા ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. જો કે, અમિત શાહ લોકસભા ચૂંટણી લડશે તો તેઓ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રૂપિયા 3000 કરોડમાં યુરો સ્ટાર ડાયમંડ કાચી પડતા ઉદ્યોગમાં ભૂકંપની સ્થિતિ


લોકસભા ચૂંટણીને લઇ ભાજપે રાજ્યમાં કવાયત શરૂ કરી દીધી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, લોકસભા ચૂંટણીને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યાં છે. જો તેઓ ચૂંટણી લડવા તૈયાર થાય છે તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.


જયંતી ભાનુશાળી હત્યા કેસ: મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ થયો હાજર


ઉલ્લેખનીય છે કે, 12 માર્ચે લોકસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યમાં CWCનું આયોજન કરવામાં આવ્યું હતું. CWCમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીનો શંખનાદ ફૂંક્યો હતો. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા માટે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...