ઝી ન્યૂઝ/ગાંધીનગર: જિલ્લાના કલોલમાં ફેલાયેલા રોગચાળા અંગે સાંસદ અને કેન્દ્રિય મંત્રી અમિત શાહ એક્શનમાં આવ્યા છે. અમિત શાહે આ અંગે સ્થાનિક સ્તરેથી રિપોર્ટ મંગાવ્યો છે. જિલ્લા કલેકટરને સૂચના આપી ઝડપથી આ સમસ્યા પર કાબૂ મેળવવા આદેશ છૂટી ચૂક્યા છે. આ રોગચાળાથી અસરગ્રત દર્દીઓને સઘન અને ઝડપથી સારવાર મળી રહે અને સત્વરે આ રોગવાળા પર કાબૂ મેળવી શકાય તે માટે જરૂરી પગલાં ભરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે પણ વાતચીત કરી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની સૂચના અને માર્ગદર્શન બાદ કલોલ પૂર્વ વિસ્તારમાં તાત્કાલિક પીવાના પાણીની નવી પાઇપલાઇન મંજૂર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે તેમના લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ફેલાયેલા ઝાડા ઉલ્ટીના રોગચાળાના સંદર્ભમાં સંપૂર્ણ રિપોર્ટ મંગાવી જિલ્લા અને સ્થાનિક વ્યવસ્થા તંત્રને આ સમસ્યા પર ઝડપથી કાબૂ મેળવવા જરૂરી સૂચનાઓ અને દિશા નિર્દેશ આપ્યા હતા.


અત્રે સર્વ વિદિત છે કે કેન્દ્રમાં ગૃહ અને સહકાર મંત્રી તરીકેની જવાબદારી હોવા છતાં અમિત શાહ તેમના લોકસભા ક્ષેત્રના પ્રશ્નો અને નાગરિકોની મુશ્કેલીઓથી અવગત રહે છે અને તેના નિવારણ માટે પણ સતત ચિંતિત રહી જરૂરી સૂચનાઓ આપતા રહે છે. આ ઘટનામાં શાહની સૂચના અને માર્ગદર્શન બાદ કલોલ પૂર્વ વિસ્તારમાં તાત્કાલિક પીવાના પાણીની નવી પાઇપલાઇન મંજૂર કરવામાં આવી હતી.


અમિત શાહે આ સમસ્યાના કાયમી સમાધાન માટે અને નાગરિકોને પડતી હાલાકી નિવારવા સમગ્ર વ્યવસ્થાતંત્રને તાકીદ કરી હતી. શાહે આ ઉપરાંત અસરગ્રત દર્દીઓને કલોલ સહિત આસપાસના આરોગ્યકેન્દ્રમાં સઘન અને ઝડપથી સારવાર મળી રહે અને સત્વરે આ રોગવાળા પર કાબૂ મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા વિચારણા કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube