ઝી મીડિયા, અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)  અમિત શાહ બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહોંચ્યા અને હાલ તેઓ મહાત્મા મંદિર ખાતે છે. અહીં તેમની સાથે કાર્યક્રમમાં સ્ટેજ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત કેબિનેટ મંત્રીઓ સ્ટેજ પર હાજર છે. તેમણે સાઈબર એપ્લિકેશન વિશ્વાસનું લોકાર્પણ કર્યું. પોસ્ટ વિભાગની બુકલેટ તેમજ કવરનું પણ લોકાર્પણ કર્યું. આ ઉપરાંત સાઈબર આશ્વસ્તનું પણ લોકાર્પણ કર્યું. ગઈ કાલે મોડી સાંજે તેઓ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા હતાં. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. અમિત શાહના આજે અમદાવાદ અને ગાંધીનગર (Gandhinagar) માં પાંચ કાર્યક્રમ છે. તેઓ પોતાના લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશન પર 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાઈવ અપડેટ્સ...


મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાને મહત્વની બેઠક
અમિત શાહ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને જવા રવાના થયાં. અહીં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર છે. નવા સંગઠનને લઈને મહોર લાગશે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચર્ચા થઈ છે. 20 જાન્યુઆરી સુધીમાં સંગઠન સંરચના પૂર્ણ થાય તેવી શક્યતા છે. 


વિશ્વાસ અને આશ્વસ્ત આ બે નવી શરૂઆતો ગુજરાત પોલીસને ગુનાઓ ઉકેલવામાં અને રોકવામાં મદદરૂપ થશે- અમિત શાહ
આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ગુજરાતને સાઈબર સુરક્ષા... સમગ્ર ગુજરાતના કાયદા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે આખુ એક નેટવર્ક સીસીટીવી કેમેરાનું ઊભુ કરવાનું કાર્યક્રમ છે. કાયદો  અને વ્યવસ્થાની પરિસ્થિતિને કંટ્રોલમાંરહેવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ જેટલો પ્રચુર માત્રામાં થશે તેટલો જ કાયદો અને વ્યવસ્થા પર કંટ્રોલ રાજ્યો અને કેન્દ્ર સરકારનો મજબુત બનશે. અમિત શાહે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની જાળવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ જેટલો વધારો થશે તેટલો કેન્ટ્રોલ વધારે થશે. ગુજરાત હંમેશા નવી પહેલ કરતું રહ્યું છે. દેશમાં કોઇ પણપહેલ થતી હોય તો તેનો આધાર ગુજરાત રહ્યું છે. ગુજરાતની‌ સેવાનો સમગ્ર દેશને‌ લાભ મળશે. ગુજરાતમાં ‌ભાજપની સરકાર આવ્યા પછી‌ સમગ્ર દેશને ઉદાહરણ રૂપ બન્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube