કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli) જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) યોજાઈ હતી જેને લઈને આજે જિલ્લાની 5 નગરપાલિકાના પ્રમુખો અને ઉપ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. સમગ્ર અમરેલી (Amreli) જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. ત્યારે આજે અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદે મનીષાબેન રામાણીની વરણી થઈ છે તો ઉપ પ્રમુખ પદે રમાબેન મહેતાની વરણી થઈ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેજવાબદાર બન્યા નગરપતિઓ, સ્વાગતમાં નોટો ઉડાવી, કોરોનાની ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા


સાવરકુંડલા (Savarakundala) નગરપાલિકાના પ્રમુખ પદે તૃપ્તિબેન દોશી (Truptiben Doshi) અને ઉપ પ્રમુખ પદે જયસુખ નાકરાણી ની વરણી થઈ છે. બાબરા નગરપાલિકામા પ્રમુખ પદે રેખાબેન આંબલિયા અને ઉપ પ્રમુખ પદે આશાબેન તેરૈયાની વરણી થઈ છે.


બગસરા (Bagasara) નગરપાલિકા ના પ્રમુખ પદે પરેશ ખીમસૂરિયાની વરણી થઈ છે તો ઉપ પ્રમુખ પદે રાજુ ગિડાની વરણી થઈ છે. દામનગરની વાત કરીએ તો પ્રમુખ પદે ચાંદનીબેન નારોલાની વરણી થઈ છે તો ઉપ પ્રમુખ પદે ગોબરભાઈ નારોલાની વરણી થઈ છે.

જામનગર મેયરે પદ સંભાળતાં જ પ્રથમ દિવસે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ, કર્મચારીઓમાં ફફડાટ


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી (Local Body Election) માં અમરેલી (Amreli) જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમરેલી જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ભાજપને બહુમતી મળી છે જેને લઇને અમરેલી ભાજપના પ્રમુખ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પાલીકાના કામો દ્રારા વિકાસ કરવામાં આવશે અને જે સમસ્યા લોકોને સતાવતી રહી છે તે દૂર કરવાનો પ્રયત્ન કરશો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube