કોરોનામુક્ત અમરેલીમાં રત્ન કલાકારોના ટોળેટોળા પહોંચશે તો શું કરશો? કલેક્ટરે આ આપ્યો આ જવાબ...
ગુજરાતમાં હવે એકમાત્ર અમરેલી જિલ્લો જ બચ્ચો છે, જે હજુ સુધી કોરોનાથી મુક્ત છે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાનો એક પણ કેસ ન આવે તે માટે અત્યાર સુધી શક્યત તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ હવે અમરેલી જિલ્લાને પણ ચિંતા સતાવે તેવી વાત છે. સુરતમાં કામ અર્થે વસતા અમરેલી જિલ્લાના અનેક રત્ન કલાકારો હાલ બેકાર બન્યા છે. આવામાં આ રત્ન કલાકારો આજથી અમરેલી (Amreli) પરત આવવાની શરૂઆત થશે. અંદાજે 2 લાખ જેટલા અમરેલીવાસીઓ પરત ફરે તેવી શક્યતા છે. તો બીજી તરફ, સુરત શહેર ગુજરાતનું કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતુ શહેર છે, આવામાં જો સુરતથી કોરોના અમરેલી પહોંચે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. આવામાં અમરેલીનું તંત્ર વધુ સાબદુ થઈ ગયું છે.
કેતન બગડા/અમરેલી :ગુજરાતમાં હવે એકમાત્ર અમરેલી જિલ્લો જ બચ્ચો છે, જે હજુ સુધી કોરોનાથી મુક્ત છે. સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાનો એક પણ કેસ ન આવે તે માટે અત્યાર સુધી શક્યત તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ હવે અમરેલી જિલ્લાને પણ ચિંતા સતાવે તેવી વાત છે. સુરતમાં કામ અર્થે વસતા અમરેલી જિલ્લાના અનેક રત્ન કલાકારો હાલ બેકાર બન્યા છે. આવામાં આ રત્ન કલાકારો આજથી અમરેલી (Amreli) પરત આવવાની શરૂઆત થશે. અંદાજે 2 લાખ જેટલા અમરેલીવાસીઓ પરત ફરે તેવી શક્યતા છે. તો બીજી તરફ, સુરત શહેર ગુજરાતનું કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતુ શહેર છે, આવામાં જો સુરતથી કોરોના અમરેલી પહોંચે તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. આવામાં અમરેલીનું તંત્ર વધુ સાબદુ થઈ ગયું છે.
Big Breaking : આજે રાત્રે 12 વાગ્યાથી 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણ બંધ, દૂધ-દવા સિવાય કંઈ નહિ મળે
આજથી આંતર રાજ્ય પરિવહન જેમ ચાલુ હતું, તેવી રીતે આંતર જિલ્લા પરિવહન શરૂ થવાનું છે. આજે સુરતથી મોટી સંખ્યામાં રત્ન કલાકારો અમરેલીમાં આવી પહોંચશે. ત્યારે તંત્રની તૈયારી મામલે અમરેલીના કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું કે, હાલ શરૂઆતના તબબકામાં રોજ 5000 વ્યક્તિઓને પ્રોસેસ કરવાની ક્ષમતા છે. ચાવંડ ગામ અને કોટડાપીઠા ચેકપોસ્ટ પરથી જ લોકોને આવવા દેવામાં આવશે. તમામ લોકોને પ્રોસેસ કરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી દીધો છે. આ લોકો માટે પૂરતા પ્રમાણમાં મેડિકલ ટીમ મૂકવામાં આવી છે. મેડિકલની 25 જેટલી ટીમો ફાળવવામાં આવી છે. હાઇવે પરથી પરત આવતા લોકો માટે ચા, પાણી તેમજ
નાસ્તા માટે ત્રણ હોટલો સાથે વાત વાત છે. આ હોટલો પર લાંબી લાઈનો ન લાગે તે માત્ર વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કોરોનાઃ ગુજરાતની હાલની પરિસ્થિતિ માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ જવાબદારઃ કોંગ્રેસ
જોકે, સુરતથી વિવિધ જિલ્લામા જનારા શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મોકલાશે. સુરતથી જનારાએ ક્વોરેન્ટાઈનના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. તો સાથે જ 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં પણ રહેવાનું રહેશે. સ્ક્રીનિંગ અને ટેસ્ટીંગ બાદ જ તેઓને જવાની પરમિશન અપાશે. ચેકપોસ્ટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
અમરેલીમાં 9 જમાતી આવ્યા
કોરોના મુક્ત અમરેલી જિલ્લામાં આજે તબલિગી જમાતના 9 લોકો આવી પહોંચ્યા છે. આ 9 જમાતી આંધ્રપ્રદેશથી અમરેલી આવ્યા છે. કાયદેસરની પરમિટ લઈને અમરેલી પહોંચ્યા છે. આવેલ તમામને પોલીસે સરકારી ફેસિલિટીમા ક્વોરેન્ટાઈન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર