Big Breaking : આજે રાત્રે 12 વાગ્યાથી 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણ બંધ, દૂધ-દવા સિવાય કંઈ નહિ મળે
સતત વધી રહેલા કોરોનાના કેસ મામલે કોઈની પાસે જવાબ નથી. પણ, હવે આ આંકડાને અંકુશમાં મૂકવા માટે હવે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આજ સવારથી અમદાવાદની ચિંત મામલે સતત ચાલેલી બેઠક બાદ નિર્ણયો લેવાયા છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ નહિ રહે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સતત વધી રહેલા કોરોનાના કેસ મામલે કોઈની પાસે જવાબ નથી. પણ, હવે આ આંકડાને અંકુશમાં મૂકવા માટે હવે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આજ સવારથી અમદાવાદની ચિંત મામલે સતત ચાલેલી બેઠક બાદ નિર્ણયો લેવાયા છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ નહિ રહે. 15 મે સુધી અમદાવાદ સંપૂર્ણપણે બંધ જોવા મળશે. આમ, હવે 15 મે સુધી અમદાવાદમાં ચકલુ ય ફરકી નહિ શકે.
અમદાવાદમાં કોરોના કાબૂ બહાર નીકળી ગયો છે. તેથી હવે સંપૂર્ણ લોકડાઉન, આરોગ્યની ટીમ દિલ્હીથી બોલાવવામાં આવી છે. તેમજ પેરામિલીટરી ફોર્સ પણ વધારી દેવાઈ છે. ગઈકાલ રાતથી સિનીયર આઈએએસ ઓફિસર કે. કૈલાસનાથન દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી હતી, તેનુ પરિણામ એ આવ્યુ છે કે અમદાવાદમાં સાત દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. આ લોકડાઉનનુ સંપૂર્ણ રીતે પાલન થશે તો જ આ ચિંતાજનક સ્થિતિમાંથી ઉભરી શકાય તેમ છે.
અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાની દુકાનોવાળા સુપરસ્પ્રેડર બની ગયા હતા. જેથી સંપૂર્ણ લોકાડાઉનમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર જરૂરિયાતની વસ્તુઓ દૂધ, દવાની દુકાનો જ ખુલ્લી રાખવાના આદેશો કરાયા છે. દૂધ અને દવા સિવાય અમદાવાદમાં સાત દિવસ કંઈ જ નહિ મળે. અમદાવાદનો ચાર્જ લેનારા મુકેશ કુમારે એન્ટ્રી કરતા જ સપાટો બોલાવ્યો છે. આમ, અમદાવાદમાં સાત દિવસ અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા રહેશે.
અમદાવાદમાં હવે દરેક વોર્ડમાં રોજ મિનીમમ 500 જેટલા ટેસ્ટીંગ થાય તેવુ આયોજન કરાયું છે. હવે એએમસી એગ્રેસિવ ટેસ્ટીંગ કરશે. વોર્ડવાઈઝ રણનીતિ બનાવવામાં આવનાર છે. રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પણ લોકો બિન્દાસ્તપણે ફરી રહ્યા છે, જેથી હવે તેના પર પણ બ્રેક લાગશે. જે નિર્ણય સમગ્ર અમદાવાદવાસીઓના હિતમાં જરૂરી હતો તે આખરે લેવાઈ ગયો છે. અમદાવાદમાં જો કોરોનાનું સંકટ ટાળવુ હોય તો કરફ્યુ એકમાત્ર ઉપાય હતો, તે પ્રકારનો નિર્ણય આખરે લેવાય છે. અમદાવાદની સ્થિતિ બદલવા માટે અધિકારીઓને પણ બદલવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે