અમરેલીઃ અમરેલીથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ખાંભાના સમઢીયાળ ગામમાં ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. નદીમાં ડૂબી જવાથી પિતા અને ભાઈ-બહેનના મોત થયા છે. પુત્ર નદીમાં ડૂબી જતા પિતા અને બહેન તેને બચાવવા પાણીમાં પડ્યા હતા. ત્યારબાદ ત્રણેય લોકો ડૂબી જતાં મોત નિપજ્યા છે. ખાંભા પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકોને બહાર કાઢ્યા હતા. મૃતક પરિવારજનો નદીના કાંઠે જ રહેતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢીયાળ ગામ પાસે નદીં કાંઠે એક પરિવાર રહેતો હતો. પશુપાલન સાથે જોડાયેલો પરિવાર અહીં રહેતો હતો. આજે નદીમાં પુત્ર ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે પિતા અને બહેને પણ પાણીમાં પડ્યા હતા. નદીના પાણીમાં ગરકાવ થઈ જવાથી ત્રણેયના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચોઃ માતા અને દિવ્યાંગ દીકરીની મદદે આવ્યા ખજૂરભાઈ, માત્ર 7 દિવસમાં બનાવી આપ્યું પાકુ મકાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube