વલસાડઃ માતા અને દિવ્યાંગ દીકરીની મદદે આવ્યા ખજૂરભાઈ, માત્ર 7 દિવસમાં બનાવી આપ્યું પાકુ મકાન

ગરીબ લોકોને મકાન બનાવી મદદ કરતા ખજૂરભાઈ ગુજરાતભરમાં જાણીતા છે. ખજૂરભાઈ સતત ગરીબ લોકોની મદદ માટે જાણીતા છે. તેમણે વલસાડ તાલુકામાં રહેતા માતા અને તેમના દિવ્યાંગ દીકરીને મકાન બનાવી આપ્યું છે. 

વલસાડઃ માતા અને દિવ્યાંગ દીકરીની મદદે આવ્યા ખજૂરભાઈ, માત્ર 7 દિવસમાં બનાવી આપ્યું પાકુ મકાન

વલસાડઃ ગુજરાતના જાણીતા યૂટ્યૂબર નીતિન જાની એટલે કે ખજૂરભાઈ પોતાના સેવાકિય કાર્યો માટે પણ ખુબ જાણીતા છે. ખજૂરભાઈ જરૂરીયાતમંદ લોકોને મકાન બનાવી આપે છે. અત્યાર સુધી અનેક લોકોને ખજૂરભાઈએ મકાન બનાવી આપ્યું છે. ત્યારે વલસાદ તાલુકામાં છેલ્લા 15 વર્ષથી મુશ્કેલીમાં રહેતા માતા અને દિવ્યાંગ દીકરીના વહારે ખજૂરભાઈ આવ્યા છે. ખજૂરભાઈએ આ દિવ્યાંગ દીકરીને માત્ર સાત દિવસમાં પાકુ મકાન બનાવી આપ્યું છે. આ સાથે જીવન જરૂરીયાતની વસ્તુઓ પણ પૂરી પાડી છે. 

ગુજરતમાં લોકોની મદદ કરતા ફેમસ યૂટ્યૂબર નીતિન ભાઈ જાની ઉર્ફે ખજૂર ભાઈ દ્વારા ગુજરાતમાં રહેતા મકાન વિહોણા લોકોને મકાન બનાવી આપે છે. ગરીબોની મદદ કરવા માટે નીતિન જાની જાણીતા છે. ગરીબ લોકોની મદદ કરતા નીતિન ભાઈ જાની દ્વારા વલસાડ શહેરને અડીને આવેલા અને ઔરંગા નદીના તટ ઉપર આવેલ હનુમાન ભાગડા ગામ ખાતે રાઠોડ પરિવારના વહારે આવ્યા છે. દર વર્ષે ઔરંગા નદીના પાણી હનુમાન ભાગડા અને આજુબાજુના વિસ્તારમાં ફરી વળે છે. ત્યારે હનુમાન ભાગડા ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા ગુલીબેન રાઠોડ તેની દિવ્યાંગ દીકરી સાથે રહે છે.  

દર વર્ષે રેલ વખતે પંચાયતની બાજુમાં આવેલ જર્જરિત મકાનમાં પાણી ફરીવળે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી નીતિનભાઈ જાનીને ઘટનાની જાણ થતા તાત્કાલિક નીતિન જાની અને તેમની ટીમે ગુલીબેન અને તેમની દીકરી જ્યોત્સનાબેનની મુલાકાત લીધી હતી. તેમનું જર્જરિત મકાન જોઈને તેમની ટીમે મકાન બનાવી આપવાનો નિર્ણય કર્યો હતો. ગુલી રાઠોડ હનુમાન ભાગડા વિસ્તારમાં ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પાકું મકાન બનાવી શકે તેમ નથી. અને ગુલીબેનને દીકરો ન હોવાથી નીતિન જાની વહોરે આવ્યા હતા. 

નીતિનભાઈની ટીમે 7 દિવસમાં પાકું મકાન બનાવી આપ્યુ છે. સાથે જીવન જરૂરિયાત ની તમામ વસ્તુઓ પુરી પાડી છે. ગુજરાત ભરમાં નીતિન જાનીએ કુલ 263 જેટલા જરૂરીવતમંદ પરિવારને પાકા મકાનો બનાવી આપ્યા હતા. નીતિન જાની અને તેમની ટીમ સાથે શ્રમદાન કર્યું હતું.  વલસાડ શહેર અને આજુબાજુના લોકોને આવા જરૂરિયાતમંદ પરિવારને મદદરૂપ થવા આહવાહન કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news