Amreli News અમરેલી : હાલ ભાજપના એક ધારાસભ્યની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. એ છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી. અમરેલીના રાજુલામાં તણાયેલા યુવાનોને બચાવવા તરવૈયાની ટીમ સાથે MLA હીરા સોલંકીની પણ દરિયામાં કૂદ્યા હતા. તેઓ પણ યુવકોની શોધખોળમાં લાગી ગયા છે. દરિયામાં કરંટ હોવા છતા તેઓ પોતાના જીવના જોખમે બચાવ ટીમ સાથે યુવકોની શોધખોળમાં લાગી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના રાજુલાના પટવા ગામની ઘટના છે. જેમાં દરિયામાં 4 યુવાનો નાહવા ગયા હતા. આ યુવકો દરિયામાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ રેસ્ક્યૂ ટીમ દરિયામાં ઉતરી હતી. રેસ્ક્યૂ ટીમ આવે તે પહેલા સ્થાનિક લોકો યુવકોને બચાવવા દરિયામાં કૂદ્યા હતા. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી અને તરવૈયા ટીમ યુવાનોને બચાવવા દરિયામાં બચાવવા પહોંચી હતી. યુવકો ડૂબવાની ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ જરા પણ વિચાર્યા વગર દરિયામાં ઝંપલાવ્યું હતુ. 


લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધ


ધારાસભ્ય હીરા સોલંકી અને તરવૈયા ટીમ યુવાનોને બચાવવા દરિયામાં બચાવવા પહોંચ્યા હતા. ધારસભ્ય હીરાભાઈ સોલંકી દરિયામાં કરંટ હોવા છતાં જીવન જોખમે દરિયામાં ખાબક્યા હતા. જેમાં 3 યુવાનોનો બચાવ 1 થયો હતો, તો એક યુવકની શોધખોળ હજી શરૂ છે. 


ધારાસભ્ય દરિયામાં શોધખોળ કરવા જતા તેમની પાછળ કેટલાય યુવાનો પણ જોડાયા હતા. રાજુલાના પટવા ગામમાં 3 યુવાનોના બચાવ બાદ એકની શોધખોળ ચાલુ છે. 2 કલાક બાદ માત્ર યુવાનનું ટીશર્ટ મળ્યું હતું. ધારાસભ્ય હીરા સોલંખી ખુદ દરિયામાં ઉતરીને યુવકની શોધખોળ કરી રહ્યાં છે. ધારાસભ્ય હીરા સોલંકી સામાન્ય માણસની જેમ દરિયામાં બચાવ કામગીરીમાં લાગ્યા હતા. 


દરિયામાં ન્હાવા જાય તો ધ્યાન રાખજો, માંડવીના બીચ પર મોટી લહેર આવતા તણાઈ ગયો યુવક


બાદમાં ધસમસતા સમુદ્રમાંથી ધારાસભ્ય હીરા સોલંકીને બોટમાં બેસાડાયા હતા. ધારાસભ્ય કલાકોથી દરિયામાં તરતા હોવાને કારણે કાર્યકરો દ્વારા બોટમાં બેસાડાયા હતા. હીરાભાઈ સોલંકી તરવૈયાની પહેલા દરિયા દેવને પગે લાગી અંદર પહોંચ્યા હતા. 


ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મહત્વના અપડેટ, ચાર મહિના બંધ રહેશે ગીર જંગલના દરવાજા