ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મહત્વના અપડેટ, ચાર મહિના બંધ રહેશે ગીર જંગલના દરવાજા

Lion Vacation In Gir Forest : સાસણ ગીર જંગલ સફારી 4 મહિના માટે બંધ થશે... 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું શરૂ થશે વેકેશન... દેવળિયા પાર્ક અને આંબરડી સફારી પાર્ક ખુલ્લું રહેશે..

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મહત્વના અપડેટ, ચાર મહિના બંધ રહેશે ગીર જંગલના દરવાજા

Gujarat Tourism જૂનાગઢ : ગીરના જંગલના દરવાજા બંધ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે, હવે ગીરના રાજા વેકેશનમાં જશે. દર વર્ષે ચાર મહિના દરમિયાન ગીરમાં સિંહોનુ વેકેશન પડે છે. એટલે કે, ગીરના દરવાજા ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ ચાર મહિના દરમિયાન જંગલમાં માત્ર સિંહોનુ રાજ હોય છે, કોઈ પ્રવાસી પણ ફરકી શક્તો નથી. ત્યારે આ વર્ષે 16 જૂનથી ગીરમાં સિંહોનુ વેકેશન પડવાનું છે. 

ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે 16 જુનથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) નહિ કરી શકે. વન વિભાગ દ્વારા જણાવાયુ કે, 16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થશે. પ્રવાસીઓ માટે 4 મહિના સફારી રૂટ બંધ થશે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીરમાં સિંહોનુ વેકેશન પડશે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો ચોમાસામાં સંવનન કાળ હોઈ જંગલના દરવાજા પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે. 

ફરવામાં હવે 15 દિવસ બાકી
જો તમને ગીરના જંગલમાં ફરવુ હોય તો તમારી પાસે હવે માત્ર 15 દિવસ બાકી રહ્યા છે. કારણ કે, 16 જૂનથી જંગલ બંધ થઈ જશે. સાસણ-ગિરનાર જંગલ સફારી 15 દિવસ બાદ ચાર માસ માટે બંધ થશે. ચાર મહિના બાદ જ્યારે આ વેકેશન સમય પૂર્ણ થાય છે. ત્યારે દિવાળીના સમય દરમિયાન સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવે છે. 

દેવળીયા અને આંબરડી સફારી ચાલુ રહેશે
ચોમાસાની મોસમમાં માત્ર જંગલની સફારી બંધ થાય છે. પરંતું પ્રવાસીઓ માટે દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી ચાલુ રહેશે. સાસણ પાસે  આવેલુ  દેવળીયા સફારી પાર્ક અને ધારી પાસે આવેલું આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. જો, ચોમાસામા વરસાદ વધે તો આ બંને પાર્ક પણ પ્રવાસીઓ માટે બંધ કરાય છે તેની ખાસ નોંધ લેવી.

કેમ બંધ હોય છે ચાર મહિના ગીર
એશિયાઈ સિંહો માટે દુનિયાભરમાં વિખ્યાત એવું ગીરનું જંગલ ચાર મહિના માટે બંધ કરી દેવાય છે. 15 જૂન થી લઈને 16 ઓક્ટોબર સુધી વનરાજો માટે વેકેશન જાહેર કરાય છે. ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે.તો બીજી તરફ, ચોમાસાની ઋતુમાં વન વિભાગની કામગીરી વધી જાય છે. કારણ કે, ઈન્ફાઇટના કારણે સિંહો અને અન્ય પ્રાણીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વરસતા વરસાદમાં પણ તેઓને રેસ્ક્યુ કરી બચાવ કામગીરી થાય છે. 

રસ્તા રિપેરીંગ કામગીરી પણ થાય છે 
ચોમાસાના ચાર મહિનામાં વરસાદને કારણે જંગલના રસ્તા બિસ્માર બની જાય છે. તેથી ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા જેવા પડકારો આ ચાર મહિના દરમિયાન કરવા પડે છે. જેથી વેકેશન ખૂલે એટલે મુસાફરોને કોઈ તકલીફ ન થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news