AMTS Accident: ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદની લાઈફલાઈન ગણાતી AMTS બસે ફરી એકવાર શહેરમાં મોટો અકસ્માત સર્જ્યો છે. અમદાવાદના જુહાપુરા પાસે AMTSની અડફેટે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. AMTS બસે બાઈક ચાલકને ટક્કર મારી છે. આ ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. રોડ વચ્ચે અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં BJPનો કિલ્લો તોડવા મુકલ વાસનિકની નવી ચાલ,કોંગ્રેસના નેતાઓની તાકાત મપાઈ જશે


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના જુહાપુરામાં અંબર ટાવર નજીક બસની ટક્કર વાગતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. AMTS બસનો રૂટ 31/5 લાલ દરવાજા- માધવનગર (સાણંદ)નો હતો. ત્યારે જુહાપુરા ખાતે આ ઘટના બની છે. 


કોણ કહે છે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે? આ તારીખ પછી મેઘો તરખાટ મચાવશે? જાણો આગાહી


મહત્વનું છે કે, તાજેતરમાં AMTS અને BRTS બસના અકસ્માત અંગે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.  છેલ્લાં 5 મહિનામાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દ્વારા 300થી વધુ અક્સ્માત થયા છે. જેમાં ત્યાર સુધી 13 જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. માં AMTS દ્વારા 119 જેટલા અક્સ્માત થયા છે. 


કરાર આધારિત શિક્ષકો મેદાને! આ ધારાસભ્યએ કહ્યું; 'જ્ઞાન સહાયક રદ્દ કરાવીને જ જંપીશું'


જયારે BRTS દ્વારા છેલ્લાં 5 મહિનામાં 212 જેટલા અકસ્માત સર્જયા છે. જેમાં BRTS થકી 9 લોકો મોત અને AMTS થકી 4 એમ કુલ મળીને 13 જેટલા લોકોના મોત થયા છે. જેમાથી માત્ર 13 જેટલી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 


વડોદરાના પોશ વિસ્તારમાં માત્ર સાડા 5 લાખમાં શાનદાર 2BHK ફ્લેટ્સ, બુકિંગમાં પડાપડી!