AMUL માંથી ભાજપના નેતા રામસિંહ ગુમાવશે રાજપાઠ? કોંગ્રેસીએ કર્યા છે કેસરિયા
Amul Chairman : આગામી સપ્તાહે આણંદ સંઘની ચૂંટણી છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લાવવામાં આવ્યા છે
Amul Chairman Ramsinh Parmar : ગુજરાતના સહકારી રાજકારણમાં અમૂલ સંલગ્ન રાજકારણ સૌથી ટોચ પર હોય છે. દૂધિયું રાજકારણ એટલું ફેલાયેલું છે કે ગુજરાતના 18 હજાર ગામડાઓને સીધી અસર કરે છે. હાલમાં સૌથી મોટી ચર્ચા આણંદની અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારની થઈ રહી છે. અમૂલના ચેરમેન રામસિંહ પરમારને તો ટિકિટ મળી નથી, પણ દીકરા યોગેન્દ્રને રામસિંહ પરમારે ધારાસભ્ય બનાવી દીધો છે. આમ ભાજપે ટિકિટ આપી રામસિંહ પરમારનું કોંગ્રેસમાંથી કેસરિયા કરવાનું ઋણ ચૂકવી દીધું છે. હવે ભાજપમાં પણ અંદરો અંદર સહકારી રાજકારણમાં ડખા શરૂ થયા છે.
કોંગ્રેસમાંથી આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કારમી હારના 50 દિવસમાં કમલમ જઈને ખેસ પહેરી લેતાં સૌને આશ્વર્ય થયું છે. આ રાજરમત પાછળ દૂધનું સહકારી રાજકારણ જવાબદાર છે.
આ પણ વાંચો :
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયાના લગ્નની તસવીરો થઈ વાયરલ, જુઓ પીઠી લઈને વરઘોડાના Photos
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને 6 માસની સજા, મારામારી કેસમાં કોર્ટે સજા સંભળાવી
નહિ જોયો હોય આવો ભુવો! ગોળો લેવા જતાં ગોફણ ગુમાવી, રૂપિયા તો ન આપ્યા વધારાના લઈ ગયો
હવે આગામી સપ્તાહે આણંદ સંઘની ચૂંટણી છે. એવું કહેવાય છે કે રામમિંહ પરમારને હવે રિપિટ કરવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ એક કોંગ્રેસીને ભાજપમાં લવાયા છે. આ સંજોગોમાં આણંદ સંઘમાં રામ સિંહ પરમારનું જૂથ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર સાથે ભળે છે કે કેમ એ સૌથી મોટો સવાલ છે.
અમૂલ ડેરીની સાથે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની 1815 દૂધમંડળીઓ સંકળાયેલી છે. જેમાં 1215 દૂધ મંડળીઓ સક્રિય છે. અંદાજે 7,53,194 પશુપાલકોની માતૃસંસ્થા એ અમૂલ ડેરી કહેવાય છે. જેમાં 6 લાખથી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય છે. છેલ્લા 25 વર્ષથી રામસિંહ પરમાર અમૂલ ડેરીમાં ડિરેક્ટર, ચેરમેન સહિત વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ અમૂલ ડેરીના ચેરમેન રહ્યાં છે. નોંધનીય છે કે, રામસિંહ પરમારે 2017ની વિદ્યાનસભાની ચૂંટણી પહેલા ઠાસરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પંજો પડતો મૂક્યો હતો. કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનું કમળ પકડી લીધું હતું. આથી તેના શિરપાવરૂપે જીસીએમએમએફનું ચેરમેનપદ મળ્યું હતું. હવે હાલમાં શામળભાઈ ચેરમેન છે.
આ પણ વાંચો :
ક્રિકેટ ગ્રાઉન્ડ પર યુવકને આવ્યુ મોત, પાટીદાર યુવકના મોતથી શેખપુરમાં ગમગીની છવાઈ
સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં એક જ પરિવારના ચારના મોત, ગાડી તોડીને લાશ બહાર કઢાઈ