Amul News : અમૂલ દ્વારા સમયાંતરે નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવતી હોય છે. ત્યારે અમૂલે ગુજરાતીઓનું પ્રિય અમૃત કહેવાતા છાશના પેકેટમાં મોટો બદલાવ કર્યો છે. અમૂલ ડેરી દ્વારા છાશનું 10 રૂપિયાનુ પાઉચ બંધ કરાયું છે. અગાઉ 310 ML છાશનું પાઉચ 10 રૂપિયામાં મળતું હતું, જે બદલે હવેથી 410 ML છાસનું પાઉચ 15 રૂપિયામાં મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

310 એમએલનું પાઉચ 10 રૂપિયા આવતું હતું
છાશ ગુજરાતીઓનું અમૃત કહેવાય છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધૂરું છે. ત્યારે અમૂલ દ્વારા પહેલા પ્રોબાયોટિક અને સાદી એમ બે પ્રકારની છાશનું વેચાણ કરવામાં આવતું હતું. અમૂલ દ્વારા છાશનું 10 રૂપિયાનું પાઉચ, 15 રૂપિયાનું પાઉચ અને 20 રૂપિયાનું પાઉચ એમ ત્રણ અલગ અલગ પેકેટમાં છાશ મળતી હતી. 


નવા નિર્ણય મુજબ, અમૂલ ડેરી હવેથી તમામ પેકેટમાં પ્રોબાયોટિક છાશ વેચશે. આ ઉપરાંત 310 એમએલનું પાઉચ 10 રૂપિયા આવતું હતું. 310 એમએલ વાળું પાઉચ બંધ કરી દેવાયું છે. હવેથી 15 રૂપિયામાં 410 એમએલ છાશનું વેચાણ કરાશે. 


એક ગ્રામ સોનું લેવાના ફાંફા હોય છે, ત્યાં મહેર સમાજની દીકરીઓ લાખોના સોનાના દાગીના પહેરીને ગરબે ઘૂમી


નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહી