Kutch News : છાશ વગર ગુજરાતીઓનું ભોજન અધૂરુ છે. એવુ કહેવાય છે કે છાશ ન પીઓ ત્યા સુધી ગુજરાતીઓને ઓઢકાર ન આવે. ગુજરાતીઓને ખાટી છાશ વધુ ભાવે છે. આ માટે અનેક ગુજરાતી પરિવારોમાં રાતે દહી જમાવવા મૂકવામા આવે છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ અનેકવાર રાતે દહી મેળવવાનુ ભૂલી જાય છે. ત્યારે ગૃહિણીઓને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે માર્કેટમાં ખાટી છાશ ડાયરેક્ટ વેચાવા મૂકાનાર છે. અમૂલ હવે માર્કેટમાં ખાટી છાશ વેચશે. જે માત્ર 10 રૂપિયામાં મળી રહેશે. પ્રથમ તબક્કામાં કચ્છમાં ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં આખા દેશમાં ખાટી છાશ વેચાતી થઈ જશે. 


અંબાણી પરિવારના વહુ નીતા અંબાણી પહોંચ્યા ગાંધીનગર, કોટેશ્વર મહાદેવના દર્શન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ભાવે મળશે ખાટી છાશ
અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, ખાટી છાશ દૂધની જેમ પાઉચમાં મળશે. 400 એમએલ પાઉચ 10 રૂપિયામાં મળશે. આજે 27 મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે. 


ગુજરાતના આ સુપ્રસિદ્ધ મંદિરમાં ભક્તોને વગાડવા માટે ઘંટ નથી, એક ભક્ત દ્વારા અપીલ


આ ઉપરાંત અમૂલ મસાલા છાસ 340ml ના પેકમાં પણ આજથી ચાંદરણી પ્લાન્ટ ખાતે પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે  પ્રતિ પેક રૂપિયા 11માં આવતી કાલથી બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવ ગૂસાઈ, અમૂલ ફેડરેશનના અધિકારી અમીરકુમાર, ધવલ ભાટેસરા, પ્લાન્ટ મેનેજર નીલેશ જાલમકર, હાર્દિક કટારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


IPL ની ફાઈનલ મેચમાં વરસાદ પડશે કે નહિ, અંબાલાલ પટેલે તેની પણ આગાહી કરી દીધી