માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! માત્ર 8 વર્ષની બાળકીએ માતાને ડરાવવા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Navsari: નવસારી જિલ્લાના ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે.
ઝી બ્યુરો/નવસારી: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળે ફાંસો લઈ જીવન ટૂંકાવ્યું છે. જી હા...શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. શના રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી.
ઓડિશા ટ્રેન અકસ્માતમાં કેન્દ્રએ મૃતકોના પરિવારને 10-10 લાખ અને 2 લાખની સહાય
શનાને માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો લઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને જોતા મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકો સહન શક્તિ ગુમાવી રહ્યા હોવાનું એક તારણ સામે આવ્યું છે.
મહા 'વિજય' માટે ભાજપની મેગા તૈયારી, પાટીલે ટોપ લેવલની કરી બેઠક, CM પણ મેદાનમાં!
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નવસારી જિલ્લાના ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. આ બાળકી રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી.
જમીનમાંથી આવે છે ભેદી અવાજ! ગામ લોકોમાં ગભરાટ, નિષ્ણાતોની ટીમ તપાસમાં લાગી
માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકોએ સહન શક્તિ ગુમાવી છે.
ભાવનગરમાં ઢળતી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ, આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી