ઓડિશા ટ્રેન અકસ્માતમાં કેન્દ્રની મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયાની અને ગંભીર રીતે ઘવાયેલાં લોકોની 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

ઓડિશા ટ્રેન અકસ્માતમાં કેન્દ્રની મૃતકોના પરિવારને 10-10 લાખની સહાય, PM મોદીએ વ્યક્ત કરી સંવેદના

ઓડિશાઃ ઓડિશા ટ્રેન દુર્ઘટનાના દુઃખ સમાચાર દેશભરમાં પ્રસરી ગયા. આ અકસ્માતમાં 50 મુસાફરોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ દુર્ઘટનામાં 350થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સરકાર દ્વારા બચાવ અને રાહત કાર્ય પુર જોશમાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયાની અને ગંભીર રીતે ઘવાયેલાં લોકોની 2-2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ આ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું છે. અને રાહત કાર્ય પુર ઝડપે થાય તેના માટે ઉચ્ચ અધિકારીઓને દોડતા કર્યા છે. પીએમ મોદીએ કહ્યું આ ગંભીર દુર્ઘટનાને પગલે હું ખુબ જ દુઃખી છું.
 

— ANI Digital (@ani_digital) June 2, 2023

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માત ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. ઓડિશામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ ઘટનામાં 50 લોકોના મોત થયા છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.  ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું છે કે લગભગ 50 એમ્બ્યુલન્સને માહિતી આપી છે પરંતુ ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવા માટે મોટી સંખ્યામાં બસો ખડકી દેવામાં આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોના આંકડા સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 50 લોકોના મોત થયા છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે.
 

— ANI (@ANI) June 2, 2023

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુ:ખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news