પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ઉધનામાંથી આઠ વર્ષનો બાળક રમતા રમતા રેલવે મારફતે મહારાષ્ટ્રના નંદુરબારમાં પહોંચી ગયો હતો. પિતા બાળકને પોતાના કારખાના પર લઈ આવ્યો હતો. બાળક રમતા રમતા બહાર નીકળી ઉધના રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી નંદુરબાર તરફ જતી બોગીમાં બેસી ગયો હતો. પોલીસ સીસીટીવીના આધારે નંદુરબાર પોલીસને જાણ કરી બાળકને શોધી પરિવારને સોંપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભર ચોમાસે ફરી ગઈ ચોમાસાની આખી સિસ્ટમ! અંબાલાલ પટેલની સૌથી આઘાતજનક આગાહી


સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ રતન ચોકમાં રહેતા હસીમમીયા ઉધના રોડ નબર 1 પર આવેલ કારખાનામાં સિલાઈ મશીનનું કામ કરે છે. હસીમમિયા ઘરેથી તેનો 8 વર્ષનો પુત્રને સાથે લઈ કામ પર આવ્યો હતો. બાળકના પિતા કારખાનામાં કામ કરી રહ્યો હતો. દરમિયાન બાળક રમતા રમતા કારખાનામાંથી બહાર નીકળી આવ્યો હતો. ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. બાળક કારખાનામાં નહીં દેખાય આવતા પિતા તેને શોધખોળમાં લાગી ગયો હતો. કલાકો સુધી બાળક નહીં મળી આવતા આખરે બાળકના પિતાએ ઉધના પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 


સુરતના ઉધના પોલીસે ફરિયાદના આધારે CCTV ફૂટેજ તપાસ્યા તો ચોંકાવનારો ખુલાસો થયો. સીસીટીવી બાળક કારખાના માંથી બહાર આવી એકલો જ જતા નજરે પડ્યો હતો.બાળક રમતા રમતા સીધો ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. ત્યારબાદ ઉધના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પર મહારાષ્ટ્રના નંદુરબાર તરફ જતી ટ્રેનની બોગીમાં બેસી ગયો હતો. ઉધના પોલીસે તાત્કાલિક નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી. નંદુરબાર રેલ્વે પોલીસે સુરતના ઉધના પોલીસે આપેલી માહિતીના આધારે તાત્કાલિક નંદુરબાર પ્લેટફોર્મ જઈ બાળકને શોધી કાઢ્યો હતો. ઉધના પોલીસ તાત્કાલિક બાળકના પિતાને સાથે રાખી નંદુરબાર ખાતે પહોંચી ગયા હતા. નંદુરબાર રેલવે પોલીસ સ્ટેશન પાસેથી બાળકનો કબજે લઈ પિતાને સોપ્યો હતો.


રાજનેતાઓની પ્રથમ પસંદ છે આ દેશી SUVs, ખરીદવા માટે છે લાંબુ વેઇટિંગ લિસ્ટ


ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, સિલાઈ મશીન નું ખાતું હતું ત્યાં પોતાના બાળકને લઈને એક ભાઈ આવ્યા હતા. તેમના આઠ વર્ષીય બાળક રમતા રમતા નીકળી ગયું હતું. ક્યારે પિતાએ બાળકની શોધ ખોળ કરી હતી પરંતુ બાળક નહીં મળી આવતા પછી તરત જ પોલીસને સંપર્ક કર્યો હતો. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ. તાત્કાલ ચાર ટીમો બનાવી હતી. નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. સીસીટીવીમાં ખબર પડી કે બાળક રેલ્વે સ્ટેશન બાજુ છે. તેથી પોલીસ તાત્કાલિક રેલવે સ્ટેશન પાસે પહોંચી હતી અને ત્યાં પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે પોલીસને ખબર પડી કે આ બાળક રેલવે સ્ટેશનની અંદર જઈ કોઈ ટ્રેનની અંદર બેસી ગયો છે. 


પ્રેમ કરવા તૈયાર છે પણ લગ્ન માટે નહીં? જાણો રીલેશનશિપમાં આ 4 કારણોસર બને છે આવું


પછી તેઓએ જણાવ્યું હતું કે, જે ટ્રેન રેલ્વે સ્ટેશન પર પહોંચી હતી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસને ખ્યાલ આવ્યો કે આ બાળક નંદુરબાર જતી ટ્રેનમાં બેસી ગયો છે. પોલીસે તાત્કાલિક એ નંદુરબાર રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ટ્રેન પહોંચે ત્યારે બાળકને સુરક્ષિત ઉતારી લીધો હતો. ત્યાર પછી બાળકને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને સોપ્યો હતો. ઉધના પોલીસે નંદુરબાર રવાના થઈ હતી અને ત્યાં જઈને બાળકનો કબજો લીધો હતો. 


જો કંપની તમારી ગ્રેચ્યુઈટી ન આપે તો શું થઈ શકે? ખાસ જાણો તમારા અધિકાર


બાળક કોઈને સાથે ગયો છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી સાથે તેને કોઈ ઈજા નથી તે પણ પૂછપરછ કરી હતી. પોતે જ બાળક રમતા રમતા રેલવે સ્ટેશન અને ત્યાર પછી નંદુરબાર સુધી પહોંચ્યો હતો. બાળક અને તેના માતા પિતાને કાઉન્સિલિંગ આપવામાં આવ્યું છે, મહત્વની વાત એ છે કે માત્ર આઠ વર્ષનો બાળક રમતા રમતા મહારાષ્ટ્રના નંદુરબાર રેલ્વે મારફત 180 કિલો મીટર દૂર પહોંચી ગયો હતો. જે વાલીઓ માટે ચોકાવનારો કિસ્સો કહી શકાય છે.