ભર ચોમાસે ફરી ગઈ ચોમાસાની આખી સિસ્ટમ! અંબાલાલ પટેલની સૌથી આઘાતજનક આગાહી
Ambalal Patel Predication: સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જોકે, ગુજરાતનો અડધો ભાગ હજી પણ કોરોધાકોર છે. આ વચ્ચે 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. મહત્વનું છે કે રાજ્યમાં મોન્સૂન સક્રિય છે પરંતુ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી થઈ રહી. જેના કારણે વાદળો તો ઘેરાય છે, પરંતુ વરસાદ નથી પડી રહ્યો. વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ખેંચાઈ જતા રોજ વાદળો બંધાવા છતા અપેક્ષા મુજબનો વરસાદ નથી આવી રહ્યો અને વાતાવરણમાં ગરમી વધી રહી છે.
અંબાલાલે સમજાવ્યું કે ગુજરાતમાંથી કેમ ગાયબ થયો વરસાદ?
આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે કહ્યું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.
સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
ભર ચોમાસે અંબાલાલ પટેલની આઘાતજનક આગાહી કરી છે. હવે વરસાદના બદલે કાળઝાળ ગરમીનો અહેસાસ થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ફરી ગઈ આખી સિસ્ટમ. છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. સામાન્ય રીતે લોકો એવી રાહ જોતા હોય છે કે વરસાદ આવશે તો ઠંડક થશે. પરંતુ હાલ તો વરસાદ આવે કે ના આવે પણ ઉકળાટ.
બફારો અને ગરમીનો અહેસાસ જરૂર થાય છે. આખુ શરીર જાણી પરસેવાવાળું થઈ જાય છે. શરીર પર એક અજીબ પ્રકારનો ભેજ આવી જાય છે. આવા વાતાવરણમાં ઘરમાં બેસવાનું પણ મન નથી થતુંકે, બહાર જવું પણ મન નથી લાગતું. એક પ્રકારે આ ખુબ જ ખરાબ વાતાવરણ કહી શકીય. જેમાં બીમારી અને રોગચાળો પણ માજા મુકતો હોય છે. ત્યારે જાણી લેજો ગુજરાત અંગે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી...
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે. કેટલાંક જિલ્લાઓમાં એમાં પણ કેટલાંક વિસ્તારોને બાદ કરતા બાકીના વિસ્તારોમાં ભેજયુક્ત પણ વરસાદ વિનાનું ઉકળાટ વાળું વાતાવરણ રહેશે. તાપમાનમાં પણ સામાન્ય કરતા થોડો વધારાનો અહેસાસ થશે. અગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ ચોમાસાના બદલે ઉનાળાનો અનુભવ થશે. અરબી સમુદ્રના પવનો નબળા રહેતા, બંગાળના ઉપસાગરનું વહન નિષ્ક્રિય રહેતા અને મોન્સુન ધરી દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકતા વરસાદની શક્યા ઓછી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ 5 દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે જોકે 16 જૂલાઇ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે.
દેશના ઉત્તરીય પર્વતીય પૂર્વીય ભાગોમાં સરકાર વરસાદની શક્યા ઓછી છે. 11થી 15 સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટાં અને દરિયા કિનારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 17થી 24 જુલાઈ દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ફરી થશે મહેરબાન. 14 અને 15મી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
Trending Photos