ચેતન પટેલ/સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકે 6 વર્ષીય બાળકીને લલચાવી ફોસલાવી અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે શાળામાં બાળકીને ગુડ ટચ બેડની જાણકારી પોલીસ દ્વારા અપાઈ હોય બાળકીએ જોરદાર પ્રતિકાર કર્યો હતો. જેના કારણે યુવક બાળકીને ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. આ ઘટનામાં બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કરી આંધી-વંટોળની આગાહી, આ વિસ્તારો માટે છે એલર્ટ!


સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પર પ્રાંતીય પરિવાર રહે છે. આ પરિવારની 6 વર્ષીય બાળકી ઘરના દાદર પાસે રમી રહી હતી આ દરમ્યાન એક યુવાન દ્વારા બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે આવવાનું કહી ખોળામાં ઉઠાવી લીધી હતી. દરમ્યાન બાળકીને શાળામાં પોલસની શી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચની માહિતી આપવામાં આવી હોય બાળકીએ જોરદાર પ્રતિકાર કરતા યુવક બાળકીને ત્યાં જ મુકીને જતો રહ્યો હતો. બાદમાં બાળકી ગભરાયેલી હાલતમાં ઘરે આવી પિતાને સમગ્ર વાત કહી હતી. જેથી તેના પિતા દ્વારા ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં આ સમગ્ર ઘટના કેદ થઇ જવા પામી હતી. 


ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારની ખોલી રહ્યાં છે પોલ, જેઠા ભરવાડ બાદ આ સાંસદે ઉઠાવ્યો અવાજ


બીજી તરફ આ બનાવ અંગે પડોશીઓની સમજાવટ બાદ પિતા દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે પાંડેસરા વિસ્તારમાં રહેતા એક બાળકીના પિતાએ પોલીસ મથકે આવીને રજૂઆત કરી હતી કે અજાણ્યા ઇસમ દ્વારા તેઓની સાડા 6 વર્ષની બાળકીને ખોળામાં ઉપાડી પોતાની સાથે લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકી શાળાએ જતી હોય પોલીસની શી ટીમ દ્વારા શાળામાં ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવી હતી.


આ ધારાસભ્યએ કરી 'ધ કેરલ સ્ટૉરી' ફ્રી બતાવવાની જાહેરાત, કઇ તારીખ સુધી સુધી જોઇ શકાશે? 


આ તાલીમ બાળકીએ લીધી હતી અને તેણીએ પ્રતિકાર કરી જોર જોરથી બુમો પાડતા અને યુવક બાળકીને ત્યાં જ મુકીને ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં 23 વર્ષીય રાજન જીતેન ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.