આ ધારાસભ્યએ કરી 'ધ કેરલ સ્ટૉરી' ફ્રી બતાવવાની જાહેરાત, જાણો મહિલાઓ કઇ તારીખ સુધી જોઇ શકાશે?

'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ હવે બારડોલીમાં મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે. આ ફિલ્મ મહિલાઓ માટે બારડોલીના થિએટર્સમાં 11, 12, અને 13 મેના રોજ ફ્રી રહેશે. આજથી તેની શરૂઆત થઇ ચૂકી છે.

આ ધારાસભ્યએ કરી 'ધ કેરલ સ્ટૉરી' ફ્રી બતાવવાની જાહેરાત, જાણો મહિલાઓ કઇ તારીખ સુધી જોઇ શકાશે?

સંદીપ વસાવા/બારડોલી: હાલ ખૂબ ચર્ચિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી દેશ ભરમાં ખુણે ખૂણે ચર્ચામાં છે, ત્યારે સુરત જિલ્લામાં બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વર પરમાર દ્વારા બારડોલીના સિનેમાઘરોમા ટિકિટો બુક કરીને ત્રણ દિવસ સુધી સતત બહેનો દીકરી અને માતાઓને આ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવશે.

માહિતી પ્રમાણે, 'ધ કેરળ સ્ટૉરી' ફિલ્મ હવે બારડોલીમાં મહિલાઓ ફ્રીમાં જોઇ શકશે. આ ફિલ્મ મહિલાઓ માટે બારડોલીના થિએટર્સમાં 11, 12, અને 13 મેના રોજ ફ્રી રહેશે. આજથી તેની શરૂઆત થઇ ચૂકી છે અને મોટી સંખ્યામાં મહિલાઓ ફિલ્મ નિહાળી રહી છે. યુવા પેઢીને લવજેહાદ અને આતંકવાદી જેવી પ્રવૃત્તિઓથી બચાવવા અને સતર્ક રાખવા માટેનો ધારાસભ્યનો અનોખો પ્રયાસ છે. 

આજરોજ પહેલા જ દિવસે મોટી સંખ્યામાં મોટી વયની મહિલાઓ તેમ જ યુવતીઓ બારડોલી ખાતે આવેલ મિલાનો સિનેમાઘરમાં એકત્રિત થઈ હતી અને સાથે સાથે ધારાસભ્ય ઈશ્વર પરમાર પણ હાજર રહ્યા હતા. સંપૂર્ણ ફિલ્મ નિહાળ્યા બાદ માતાઓ અને બહેનો દ્વારા પોતાનો મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક સમાજથી બીજા સમાજમાં ધર્માંતરણ કરીને દીકરીઓ જાય છે તેઓને લઈને શુ શુ સમસ્યાઓ ઉદભવે છે તે જ મુદ્દે માતાઓ અને બહેનોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

હાલ તો આ ફિલ્મને લઈને માતાઓમાં અને યુવતીઓમાં અનોખો ઉત્સાહ જોવા તો મળ્યો છે સાથે સાથે ધારાસભ્ય દ્વારા ત્રણ દિવસ સુધી બારડોલીના સિનેમાઘરોમાં તમામ ટિકિટો બુક કરીને ફિલ્મ નિઃશુલ્ક બતાવીને માતાઓ અને દીકરીઓમાં એક અવરનેશ આવે તે માટે અનોખો પ્રયાસ જોવા મળ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news