KUTCH ના એક એવા પર્યાવરણપ્રેમી કે જેમણે 20 હજાર વૃક્ષોનો ઉછેર કર્યો...
આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છના પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટની કે જેઓએ પોતાના 79 વર્ષના જીવનકાળ દરમિયાન 20,000 થી વધુ વૃક્ષો વાવ્યા. પોતાના ઘરે 300 જેટલા જુદાં જુદા છોડ, ઔષધિ વનસ્પતિ, વેલાઓ વાવીને તેનો ઉછેર કર્યો છે.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છના પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટની કે જેઓએ પોતાના 79 વર્ષના જીવનકાળ દરમિયાન 20,000 થી વધુ વૃક્ષો વાવ્યા. પોતાના ઘરે 300 જેટલા જુદાં જુદા છોડ, ઔષધિ વનસ્પતિ, વેલાઓ વાવીને તેનો ઉછેર કર્યો છે.
MORBI માં મામા ભાણાને પાનના ગલ્લે લઇ ગયા અને અચાનક તે ગુમ થઇ ગયો પછી...
આપણા જીવનમાં પર્યાવરણ ખૂબ મહત્વનું છે. પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવન શક્ય છે. જો આપણે આજે જીવંત હોઈએ તો તેમાં ૫ર્યાવરણનો મોટો હાથ છે. એક સારું અને સ્વચ્છ ૫ર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા માટે મદદ કરે છે. પક્ષીવીદ અને પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે લગાવ રહ્યો છે અને પશુ-પક્ષીઓ તેમજ પર્યાવરણના જતન માટે કરીને હંમેશા આગળ રહ્યા છે. ભુજની પર્યાવરણ રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થાઓ વૃક્ષ મિત્ર, કચ્છ પર્યાવરણ સંઘ, Bhada એટલે કે Bhuj Area Devlopment Authority સાથે મળીને ભુજમાં 20,000 જેટલા વૃક્ષો વાવ્યા છે. 5000 જેટલા વૃક્ષો તો માત્ર પાલારા જેલ પાસે વાવેલા છે. લાલન કોલેજ રોડ, લેવા પટેલ હોસ્પિટલ રોડ, મંગલમ પાસે વાવેલા વૃક્ષો પણ તેમના દ્વારા વાવવામાં આવ્યા હતા.
GUJARAT CORONA UPDATE: નવા 56 કેસ, 30 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટને ગાર્ડનીંગનો શોખ હોવાથી ઘરે વાતાવરણ લીલું રહે તેમજ નિજાનંદ માટે જુદી જુદી જાતના 300 પ્રકારના છોડ, વેલ, ઔષધીય વનસ્પતિ પોતાના ઘરે વાવી છે. તેની માવજત કરીને ઉછેર કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમૃતવેલ વનસ્પતિ કે જેનું આયુર્વેદિક રીતે ખૂબ મહત્વ છે અને જીવનસંજીવની તરીકે ઓળખાય છે. આ વેલ વાવીને આસપાસના લોકોને પણ પ્રેરણા આપી છે.
ગુજરાતમાંથી દારૂબંધી હટે છે? ભાજપના દિગ્ગજ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન...
પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટની વૃક્ષપ્રેમ અંગેની રસપ્રદ વાત એ છે કે તેઓએ પ્લાસ્ટિકના ડબ્બા, રંગના ડબ્બા, પાણીના કન્ટેનર જેવી નકામી વસ્તુઓને કુંડામાં રૂપાંતરિત કરીને તેનો સારો ઉપયોગ કર્યો છે. તેમાં નવીનભાઈએ વૃક્ષો વાવ્યા છે. તેઓ જણાવે છે કે તેમને 300 જેટલા વૃક્ષો વાવ્યા છે એટલે તેમને 300 જેટલા પ્લાસ્ટિકના ડબ્બાઓનો ઉપયોગ કર્યો છે. ઘરના નાના આંગણામાં 300 પ્રકારના જુદાં જુદા છોડ વાવ્યા છે જેમાં એકઝોરા, અમૃતવેલ, જેટ્રોપા, money plant, થોર, સોંગ ઓફ ઈન્ડીયા, ગળો, ખારેક, પીપળો, કરેણ, બ્યુટી પ્લાન્ટ, વીંછી વેલ, આસ્પ્રગાસ, સતાવરી, dumb cane, બોગન વેલ, જુદાં જુદાં રંગના ચંપો, જુદાં જુદાં રંગના ગુલાબ, શાહી ચંપો, જાસૂદ, બારમાસી, પિંક કેશિયા, ક્રોટોન, એરેલિયા, canna, નરગીસ, ચાંદની, જાંબુ, બદામ, રેલવે ક્રિપર, અપરાજિતા, ડોલર, એલોવિરા વગેરે જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય વૃક્ષારોપણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube