ગુજરાતમાંથી દારૂબંધી હટે છે? ભાજપના દિગ્ગજ નેતાએ આપ્યું મહત્વનું નિવેદન...
કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચુકેલા નેતાએ ભાજપમાં જોડાતાની સાથે જ દારૂબંધીની હિમાયત કરી હતી અને દારૂબંધી હટાવવી જોઇએ તેવું નિવેદન આપ્યું હતું.
Trending Photos
અમદાવાદ : દેશ આઝાદ થયો ત્યારથી જ ગાંધીજીના ગણાતા ગુજરાતમાં પહેલાથી જ દારૂબંધી લાદવામાં આવી હતી. ત્યારથી જ ગુજરાત ડ્રાઇ સ્ટેટ ગણવામાં આવે છે. તો બીજી તરફ સમગ્ર દેશમાં ગુજરાતનાં વિકાસ અને શાંતિ તથા સલામતી પાછળનું કારણ પણ દારૂબંધી ઘણા લોકો માને છે. ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સલામત હોવા ઉપરાંત ગુંડાગર્દી અન્ય રાજ્યોની તુલનાએ પ્રમાણમાં ઓછી હોવા પાછળનું કારણ પણ દારૂબંધી હોવાનું મનાઇ રહ્યું છે.
બીજી તરફ અનેક લોકોનું માનવું છે કે, ગુજરાતમાં જે લોકો દારૂ પીવે છે તે તો પીવે જ છે. હેલ્થપરમીટના નામે નહી તો ઘુસાડવામાં આવતા દારૂનો ઉપયોગ કરીને પણ લોકો જે દારૂ પીવે છે તે પીવે જ છે. તેવામાં હવે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવે તે હિતાવહ છે. જો દારૂબંધી હટે તો દારૂમાંથી સરકારને પણ ટેક્સની મોટી રકમ મળી શકે છે. એટલું જ નહી પરંતુ દારૂના નામે અનેકવાર લઠ્ઠાકાંડ થાય છે તો ક્યારેક ઉંચી બ્રાન્ડના નામે મીક્ષ દારૂ વેચવામાં આવે છે તેના કારણે અનેક લોકોનાં જીવ પણ જાય છે અને સ્વાસ્થયને નુકસાન થાય છે તેને અટકાવી શકાય. સરકારને પણ મોટી કમાણી થઇ શકે છે. આ અંગે શંકરસિંહ વાઘેલા અગાઉ જાહેરાત પણ કરી હતી કે અમારી સરકાર આવે તો મહુડાનો દારૂ કાયદેસર કરીને આદિવાસીઓનું ઉત્થાન કરવામાં આવશે.
જો કે દારૂબંધી અંગે છુપાયેલા સ્વરમાં લોકો હટી જાય તેવું ઇચ્છે છે પરંતુ કોઇ સ્પષ્ટ રીતે દારૂબંધી હટે તેવું જાહેરમાં નથી કહેતા પરંતુ દબાયેલા સ્વરે તો સરેરાશ 70 ટકા લોકો માને છે કે દારૂબંધી હટી જવી જોઇએ. જો કે ગુજરાત મોડલને અપનાવીને બિહાર જેવા રાજ્યએ પણ દારૂબંધી કરી છે તેવામાં જો ગુજરાત જ દારૂબંધી હટાવે તે કેટલી હદે યોગ્ય છે તે વિવાદિત વિષય છે. જો કે આજે ગુજરાત ભાજપનાં એક દિગ્ગજ નેતાએ જાહેરમાં દારૂબંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપીને ફરી એકવાર વિવાદનો મધપુડો છેડ્યો છે.
કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચુકેલા અને આજે જ ભાજપમાં જોડાયેલા ખુમાનસિંહ વાસીયાએ દારૂબંધી હટાવવી જોઇએ તેવું નિવેદન આપ્યું હતું. પોતાના ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં જ વિવાદનો મધપુડો છેડી દીધો હતો. હવે આ નિવેદન બાદ ભાજપ ફિક્સમાં મુકાઇ ચુક્યું છે. ભાજપ દ્વારા જો કે આ નેતાના નિવેદન સાથે છેડો ફાડી નાખવામાં આવ્યો છે અને આ તેમનું અંગત મંતવ્ય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે ભાજપમાં આવતાની સાથે જ ભાજપને વિમાસણભરી સ્થિતિમાં મુકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે