સુરતઃ સુરતમાં આરોગ્યની પરિસ્થિતિ એટલી બધી કથળી ગઈ છેકે, વાત હવે મહાનગર પાલિકાના કાબૂની બહાર જતી રહી છે.. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન રોગચાળાને કાબૂ કરવામાં બિલકૂલ નિષ્ફળ રહી છે.. લોકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી બીમાર પડી રહ્યા છે, દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી અને મનપાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આનંદ માણી રહ્યા છે.. આ આરોપ છે પૂર્વ આરોગ્ય મંત્રીનો.. જેમણે ભાજપ શાસિત મનપાની પોલ ખોલી દીધી.. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રોગચાળામાં યોગ્ય કામગીરી થતી નથી'
'કમિશનર ઓફિસમાં બેસીને કામ કરે છે'
'અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળતા નથી'
'પટ્ટાવાળો પણ કોઈનું સાંભળો નથી'
'દવાખાના દર્દીઓને જગ્યા મળતી નથી'


સુરત મહાનગરપાલિકાના સત્તાધિશો પર આ સનસનીખેજ આરોપ લગાવ્યા છે પૂર્વ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય કુમાર કાનાણીએ.. સુરતમાં મહાનગર પાલિકાની લાલિયાવાડીથી ખુદ ધારાસભ્ય પણ એટલી હદ સુધી કંટાળી ગયા છેકે, હવે જાહેરમાં ભાજપના જ ધારાસભ્ય ભાજપ શાસિત મહાનગર પાલિકાના સત્તાધિશો અને અધિકારીઓને તતડાવી રહ્યા છે.


રોગચાળો વકરતાં સુરત નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.. ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે, વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી પડી છે.. વરસાદ વચ્ચે તડકો આવતાં ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.. મળતી માહિતી પ્રમાણે, હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે.


આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર મોટું ડિસ્કાઉન્ટ આપશે સુરતના વેપારીઓ, જાણો વિગત


સુરતમાં છેલ્લા બે મહિનામાં તાવના 16 હજાર શંકાસ્પદ કેસ નોંધાયા છે..
ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂના 155 કેસ નોંધાયા છે..
જ્યારે મલેરિયાના 85થી વધુ કેસ નોંધાયા છે..
સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના 20થી વધુ કેસ નોંધાયા છે..
આ મહિનામાં રોગચાળાના કારણે 8 લોકોનાં મોત નીપજ્યા છે..


સુરત શહેરમાં વકરતાં રોગચાળાને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે.. પત્રમાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ પણ ઉઠાવ્યા છે અને રોગચાળાને કાબૂમાં લેવા માટે ત્વરિત કામગીરી કરવાની સૂચના આપી છે.. આ ઉપરાંત કુમાર કાનાણીએ આરોપ લગાવ્યો છેકે, અધિકારીઓ યોગ્ય કામગીરી કરતા નથી અને માત્ર એસી ચેમ્બરમાં બેસી રહી છે.


જોકે, બીજી તરફ આરોગ્ય વિભાગનો દાવો છેકે, શહેરમાં રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.. સુરત પાલિકાની 686 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે ઉપરાંત જ્યાં જ્યાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું છે ત્યાં નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે. વકરતા રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલના તબીબ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે.. ડેન્ગ્યૂ અને મલેરિયાની બીમારીથી કેવી રીતે બચી શકાય તેની માહિતી આપી રહ્યા છે.