અંલાલાલ પટેલે કરી વર્ષ 2023ની મોટી આગાહી! ગુજરાતમાં લોકોને ઠંડીથી ક્યારે મળશે રાહત? વરસાદ કાઢશે ભૂક્કા!
Coldwave Alert: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે.
Gujarat Weather 2023: આગામી સમયમાં રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. પશ્ચિમી વિક્ષોભને કારણે તાપમાનમાં ફરી વધારો આવશે. આજે એક દિવસ માટે કચ્છમાં કોલ્ડ વેવની અસર રહેશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'
અંબાલાલ પટેલે કહ્યું; ગુજરાતમાં વરસાદની શક્યતા છે...
રાજ્યના અલગ અલગ ભાગોમાં તા 17, 18 અને 19માં હવામાનમા પલટો આવવાની શક્યતા છે. તારીખ 20થી 25માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉ ગુજરાત, દ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવે ઠંડીમાંથી ધીરે ધીરે રાહત મળતી જણાશે. આગામી 18-20 તારીખમાં ઠંડીમાં ઘટાડો થશે. પરંતુ ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા થશે. જાન્યુઆરી માસના આખરી સપ્તાહમાં ફરીથી વાદળો ઘેરાય. 19 તારીખે ઠંડા પવનો ફુંકાય. મધ્ય ગુજરાતના ભાગોમાં મહાતમ તાપમાન 29 થી 31 ડીગ્રી સુધી જશે. રાજ્યના દરિયા કિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં મહત્તમ 25 ડીગ્રી તાપમાન રેહશે. 20 મી ફેબ્રુઆરીથી તાપમાન વધશે. રાત્રીના ભાગોમાં અનેક વિસ્તારોમાં ઠંડીનો એહસાસ થાય. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં હવામાન કથળે તેવા અણસાર છે.
ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યુ
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આવનારા દિવસોમાં એશિયાના ભાગો ઠંડાગાર બની જશે. જો ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાંથી આવતા સીધા પવનોના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી કહેર વર્તાવશે. મહેસાણા પંથકના સિદ્ધપુર, વીસનગર, બહુચરાજી અને કડી, બનાસકાંઠા પંથકના સમી અને હારીજ તેમજ વિરમગામ અને સુરેન્દ્રનગરમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી જવાની શક્યતા રહેશે.
તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ
જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, જૂનાગઢ, રાજકોટ સહિત ગિરનાર પંથકમાં કાતિલ ઠંડી પડશે, જે લાંબી ચાલશે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઉભા પાકમાં હિમ પડવાની શક્યતા રહેશે. આથી પાકને બચાવવા માટે ખેડૂત ભાઈઓએ આવશ્યક પગલા લેવા જોઈએ. દેશના ઉત્તર ભાગોમાં આવેલા પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાના પગલે બરફીલા પવન ફૂંકાશે. 14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણના પર્વ પર હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. જેની અસર ફેબ્રુઆરી સુધી પણ વર્તાશે, જેના પગલે કારમી ઠંડી રહેશે. ધ્રુવીય પવનની અસરના કારણે અમેરિકા, કેનેડા સહિતના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે.
લોકસભામાં કોંગ્રેસ આ 56 બેઠકોને ટાર્ગેટ કરશે, ગુજરાતમાં ભૂંડી હારને પગલે દિલ્હી...
બીજી તરફ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દ્રાસમાં પારો માઈનસ 26 તો ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા હતા. તો ચોકીબલ-કેરન રોડ પર બરફને હટાવવાની કામગીરી કરીને રસ્તો શરુ કરાયો હતો. કશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું હતું કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 3 વખત હિમસ્ખલન થયુ હતું. કેદારધામમાં બરફવર્ષાના કારણે ત્રણ ફૂટ સુધીના બરફના થર જામ્યા હતા.
1.40 કરોડ ગુજરાતીઓને સૌથી મોટો ઝટકો, વીજદરમાં કરાયો ધરખમ વધારો