નવનીત દલવાડી/ ભાવનગર: આણંદ જિલ્લાના (Anand) તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. ભાવનગરના અજમેરી પરિવારની ઈકો કારને અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથે ઇકો કાર અથડાતાં અજમેરી પરિવારના (Ajmeri Family) 8 સભ્યોના મોત થયા હતા. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 મૃતકોની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજમેરી પરિવારના 8 સભ્યો મોતને ભેટ્યા
તારાપુરના ઇન્દ્રણજ પાસે થયેલ અકસ્માતમાં (Anand Accident) મોતને ભેટેલો અજમેરી પરિવાર (Ajmeri Family) સામાજિક કામે અર્થે સુરત ગયો હતો. મુસ્તુફ ડરૈયાના લગ્ન માટે છોકરી જોવા ગયા હતા. સુરતથી ભાવનગર (Bhavnagar) પરત ફરતા સમયે આ અકસ્માત નડ્યો હતો. જેમાં 5 પુરુષ, 2 મહિલા અને 2 બાળક સહિત 9 ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. ભાવનગરના વરતેજના વતની સીરાજભાઈ જમાલભાઈ અજમેરી ગાદલાનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેમનો આખો પરિવાર મોતને ભેટ્યો છે. તમામ લોકો વરતેજ, આદમજીનગર, ઈન્દીરાનગરના વતની છે. તો ડ્રાઈવર રાઘવ ગોહીલનું પણ મોત નિપજ્યું છે.


આ પણ વાંચો:- કરુણાંતિકા: 75 વર્ષના વૃદ્ધાની ઘડપણની લાકડી છીનવાઈ, અકસ્માતમાં તમામ સભ્યોના મોત


ત્યારે આ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોના મૃતદેહોને ભાવનગર નજીકના તેમના વતન પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ મૃતકોની એક સાથે અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. તમામની ધાર્મિક રીતિરિવાજ મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી. 2 માસૂમ બાળકો સહિત 8 મરહૂમના જનાજા નીકળતાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.


આ પણ વાંચો:- આણંદ અકસ્માત: PM અને CM એ વ્યક્ત કર્યો શોક, 2-2 લાખ રૂપિયા સહાયની જાહેરાત


કબ્રસ્તાન ખાતે મુસ્લિમ આગેવાનોએ મૃતકો માટે દુવા માંગી નમાજ અદા કરી હતી. જેમાં 8 મરહૂમની કબ્રસ્તાનમાં દફનવિધી તેમજ હિન્દુ મૃતકને સિદસર ખાતે અગ્નિસંસ્કાર કરાયા હતા. 6 મર્હુમની કુંભારવાડા કબ્રસ્તાન, 2 મર્હુમની વરતેજ કબ્રસ્તાનમાં દફનવિધિ કરાઈ હતી.


આ પણ વાંચો:- અમદાવાદ: જાહેરમાં બર્થડે પાર્ટી સાથે દારૂની મહેફિલ, મહિલા કોર્પોરેટરના પતિ પણ હાજર


મૃતકોના નામ
રહીમભાઈ સૈયદ (60 વર્ષ)
મુસ્તુફા ડેરૈયા (22 વર્ષ) 
સીરાજભાઈ અજમેરી (40 વર્ષ)
મુમતાઢબેન અજમેરી (35 વર્ષ)
રઈશ સીરાજભાઈ (4 વર્ષ) 
અનીસાબેન અલ્ત‍ાફભાઈ (30 વર્ષ)
અલ્ત‍ાફભાઈ (35 વર્ષ)
મુસ્કાન અલ્તાફભાઈ (6 વર્ષ)


આ પણ વાંચો:- અજમેરી પરિવારનો મોત પહેલાનો વીડિયો, ડ્રાઈવરે વીડિયો લીધાના થોડા કલાકોમાં જ થયું મોત


ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના તારાપુર ઇન્દ્રણજ ગામ નજીક સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી રૂ. 2-2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube