ઝી બ્યુરો/આણંદ: ભલે ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવતું હોય કે વ્યાજખોરોને છોડવામાં નહીં આવે. ભલે પોલીસ દ્વારા લોક દરબાર યોજી વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવાની ખાતરી આપવામાં આવી રહી હોય. પરંતુ બેફામ વ્યાજખોરો હજી પણ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી રહ્યાં છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે આણંદમાં. જ્યાં એક પરિવાર પર વ્યાજખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ક્યાંક આફતનો તો ક્યાંક આનંદનો વરસાદ! જાણો ક્યા કેવો વરસી રહ્યો છે મેઘરાજા


  • વ્યાજના વિષચક્રમાં ફસાયો પરિવાર

  • વ્યાજખોરોએ વરસાવ્યો ત્રાસ

  • ઘરના દરવાજા પર લાકડીઓ મારી હુમલો 

  • બેફામ બન્યા છે આણંદમાં વ્યાજખોરો 


ભર ચોમાસે ફરી ગઈ ચોમાસાની આખી સિસ્ટમ! અંબાલાલ પટેલની સૌથી આઘાતજનક આગાહી


આણંદનાં તારાપુરમાં બેફામ બનેલા વ્યાજખોરોએ વ્યાજની વસુલાત કરવા માટે પીડિત યુવાનના ઘરમાં જઈ ઘરના દરવાજા પર લાકડીઓ પછાડી ગાળો બોલી આતંક મચાવતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બનાવ અંગે તારાપુર પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. 


શું ગુજરાતમાં અનેક લોકો છે બેરોજગાર? ઈન્ટરવ્યૂમાં ઉમટેલી ભીડ પર કેમ શરૂ થઈ રાજનીતિ


તારાપુરની આયશા પાર્કમાં. રહેતા સર્જિલ વહોરાએ વ્યાજે નાણા લીધા હોઈ વધુ વ્યાજની વસુલાત માટે રઢુ ગામના વ્યાજખોર રાજુ ઉર્ફે રાજેશ ભરવાડએ સર્જિલનાં ઘરમાં ઘુસી દરવાજા પર લાકડીઓ મારી ધાક ધમકીઓ આપી ગાળો બોલી આતંક મચાવ્યો હતો. આ ઘટનાને લઈને આજુબાજુનો લોકો દોડી આવતા વ્યાજખોર ભાગી છૂટ્યા હતા. 


કચ્છથી છોકરીઓને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારા વિધર્મીઓ ગીરફ્તમાં, એક બે નહીં 6 છે કેસ


વ્યાજખોર રાજુ ભરવાડએ ગત 23 મેનાં રોજ પણ સર્જિલના ઘરે જઈ આતંક મચાવ્યો છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા વ્યાજખોર બેફામ બન્યો હતો. અને ફરી વાર આતંક મચાવ્યો હતો. જો કે ઘટનામાં પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી.