શું ગુજરાતમાં અનેક લોકો છે બેરોજગાર? ઈન્ટરવ્યૂમાં ઉમટેલી ભીડ પર કેમ શરૂ થઈ રાજનીતિ
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશનું ધ્યાન આ વીડિયોએ ખેંચ્યું છે...ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ હતું...ઈન્ટરવ્યૂ માટે એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા કે રેલિંગ તુટી પડી.
Trending Photos
ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે ઉમટેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે, હવે આ વીડિયો પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. બેરોજગારીના આક્ષેપ સાથે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો...તો સરકારે પણ વિપક્ષને જોરદાર જવાબ આપ્યો. જુઓ ઈન્ટરવ્યૂમાં ઉમટેલી ભીડ પર રાજકીય નિવેદનબાજીનો આ અહેવાલ....
- આ વીડિયોએ સમગ્ર દેશમાં જગાવી છે ચર્ચા
- શું ગુજરાતમાં અનેક લોકો છે બેરોજગાર?
- બેરોજગારીને કારણે ઉમટી હતી આટલી ભીડ?
- વાયરલ વીડિયો પર કેમ શરૂ થઈ રાજનીતિ?
સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશનું ધ્યાન આ વીડિયોએ ખેંચ્યું છે...ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ હતું...ઈન્ટરવ્યૂ માટે એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા કે રેલિંગ તુટી પડી અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 10 જગ્યાની ભરતી માટે 1800 અરજદારો ઉમટતાં અફરાતફરી મચી ગઈ હતી. અને તેના જ કારણે રેલિંગ તુડી પડી હતી. હવે આ જ વીડિયો પર રાજનીતિ શરૂ થઈ છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા. શક્તિસિંહે કહ્યું કે, પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરવા માટે આટલો સંઘર્ષ કરવો પડે છે, જ્યારે સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી છે પરંતુ સરકાર ભરતી કરતી નથી.
શક્તિસિંહની સાથે ભરૂચની ડેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સરકાર પર પ્રહાર કર્યા. ચૈતર વસાવાએ પણ બેરોજગારીનો આક્ષેપ લગાવ્યો. તો વીડિયો વાયરલ થયા બાદ વિપક્ષે લગાવેલા આક્ષેપનો સરકારે જવાબ આપ્યો. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વિપક્ષના આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા. કહ્યું કે, મોટી સંખ્યામાં અરજી થાય તેનો મતલબ એ નથી કે બેરોજગારી છે. વધુ અરજી નોકરી કરતાં લોકો પણ અન્ય સારી નોકરી માટે અરજી કરતાં હોય છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. પરંતુ કોંગ્રેસ માત્ર ગુજરાતને નીચું જ દેખાડવાનો પ્રયાસ કરતું રહ્યું છે.
રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી થઈ રહી છે, તો આ વીડિયો પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી. વસાવાએ કહ્યું કે, કંપનીએ તકેદારી રાખવાની જરૂર હતી. ગુજરાતમાં બેરોજગારી છે એ સનાતન સત્ય છે. પરંતુ માત્ર કોઈ એક વીડિયો પર એવું માની લેવું ખોટું છે કે તમામ લોકો બેરોજગાર છે. બેરોજગારી ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વમાં છે. વિશ્વનો કોઈ પણ વિકસિત દેશ એવું છાતી ઠોકીને ન કહી શકે અમારે ત્યાં બેરોજગારી નથી. વસતીની સામે નોકરીના પ્રશ્નો રહેવાના. પરંતુ રાજકીય પાર્ટીઓ તો પોતાના રોટલા શેકવા માટે મુદ્દા ઉછાળતી રહેશે અને પોતાનું કામ કરતી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે