જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: રાજ્ય (Gujarat) માં સતત ગુનાઓ ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે. તો બીજી તરફ લાંચિયા કર્મચારી પણ માથાનો દુખાવો બની રહ્યા છે. એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) આવા લોકોને અવાર-નવાર પાઠ ભણાવતી હોય છે. અને લાંચિયા અધિકારીઓ માટે એસીબી ટ્રેપ ગોઠવીને તેમને રંગેહાથ ઝડપી પાડતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે પેટલાદ (Petlad) ટાઉન પોલીસ સ્ટેશન (Police Station) ના કોન્સ્ટેબલે (Constable) સોગંધનામા બાબતે ફરિયાદ ન નોંધવા માટે એક લાચ રૂપિયાની લાંચ (Bribe) માગી હતી, જે અંતે 50 હજારમાં નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલનો ખાનગી માણસ લાંચ રૂપિયા લેતાં ઝડપાયો ગયો હતો. એસીબી (ACB) ની ટ્રેપ અંગે કોન્સ્ટેબલને ખબર પડતાં તે ભૂર્ગભમાં ઉતરી ગયો છે. 

Amreli: ગીરના ઘરેણાં સમાન સાવજો પર સંકટ, 15 દિવસમાં 4 સિંહોના મોત


પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા કોન્સ્ટેબલ (Constable) મહિપત લાંચ પ્રકરણમાં ફસાઇ ગયો છે. પેટલાદના યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન રજીસ્ટર કરવા માટે યુવતીએ રજુ કરેલા સોગંદનામામાં અગાઉ કરેલ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો. 


જેથી ખોટું સોગંદનામું રજૂ કરવા બદલ યુવક, યુવતી અને સોગંદનામું કરનાર વકિલ વિરૂદ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી કોન્સ્ટેબલે પ્રેમલગ્ન માટે રજૂ કરવામાં આવેલા સોગંધનામા અંગે માહિતી છુપાવવા બાબતે કાર્યવાહી ન કરવા માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પરંતુ વાતચીતના અંતે 50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. 

Amreli: અઢી વર્ષના વિવાનની મદદે આવ્યા અમરેલીના યુવાનો, આપવાનું છે 16 કરોડનું ઇંજેક્શન


ત્યારબાદ એસીબી (ACB)માં ફરિયાદ નોંધાવતાં નડીયાદ એસીબીએ એક ટ્રેપ ગોઠવી હતી. આ ટ્રેપ દરમિયાન કોન્સ્ટેબલ મહિપતનો એક માણસ પૈસા લેવા માટે આવ્યો હતો. જોકે ટ્રેપની જાણ થતાં લાંચિયો કોન્સ્ટેબલ ભૂગર્ભમાં પેસી ગયો છે.  


 જેથી એસીબીએ ભ્રષ્ટ કોન્સ્ટેબલ (Constable)  અને વચોટિયા વ્યક્તિ રાહુલ રબારી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ ટ્રેપથી પેટલાદ ટાઉન પોલીસના કમ્પાઉન્ડમાં અફડા તફડી મચતાં કોન્સ્ટેબલ મહિપતસિંહ ભાગી ગયો હતો. એસીબીએ શોધખોળ હાથ ધરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube