શું કળિયુગ આવ્યો? માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ મિત્રનું માથું છૂંદીને હત્યા કરી, કહાની છે ફિલ્મી!
આણંદ શહેરમાં 100 ફુટ રોડ પર લલીતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનનાં સિરોહી જિલ્લાનાં લુટીવાડા ગામનાં રહીસ સુરેશભાઈ રાવતાજી મારવાડી(સરગરા) જેઓ આણંદ શહેરમાં સરદારગંજમાં છુટક મજુરીનું કામ કરતા હતા.
બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં સરદાર ગંજ વિસ્તારમાંથી લોહીથી લથપથ હત્યા કરાયેલા પ્રોઢની લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે માત્ર ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી તપાસ કરતા માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..
આ વિસ્તારોમાં હવે આભ ફાટશે આભ! ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખતરનાક બની, શું કહે અંબાલાલ?
આણંદ શહેરમાં 100 ફુટ રોડ પર લલીતા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનનાં સિરોહી જિલ્લાનાં લુટીવાડા ગામનાં રહીસ સુરેશભાઈ રાવતાજી મારવાડી(સરગરા) જેઓ આણંદ શહેરમાં સરદારગંજમાં છુટક મજુરીનું કામ કરતા હતા. મંગળવારે સવારનાં સુમારે સરદાર ગંજમાં રાધાસ્વામી સુલય કોમ્પલેક્ષની બાજુમાં ઓટલા પરથી તેઓનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક સુરેશભાઈનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધટનાને લઈને મૃતકનાં પરિવારજનો પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત મચાવ્યું હતું.
16 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉગશે સોનાનો સુરજ! અ'વાદ-ગાંધીનગરના લોકોને મળશે ખુશીના સમાચાર
પોલીસે તપાસ કરતા મૃતક સુરેશભાઈનાં મોઢા અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોવાનાં કારણે મોત નિપજયું હોવાનું જણાતા પોલીસે ધટના સ્થળની આસપાસનાં વિસ્તારમાં સીસીટીવી કેમેરાનાં ફુટેજની તપાસ હાથ ધરતા જેમા પોલીસને હત્યા અંગે કડી મળતા પોલીસે હત્યા કરનાર આરોપી સરદાર ગંજમાં રહેતા અને મૂળ રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં ચાંદના ગામનાં વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીને ઝડપી પાડી તેની પુછપરછ કરતા વિપુલ ઉર્ફે કાળુએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
ગુજરાતમાં ભાજપને અઘરો પડશે સદસ્ય નોંધણીનો ટાર્ગેટ! જાણો કેમ કોંગ્રેસ થઈ રહ્યુ છે રાજ
સરદારગંજમાં સાથે મજુરી કામ કરતા સુરેશ અને વિપુલ ઉર્ફે કાળુ બન્ને મિત્રો હતા અને બનાવની રાત્રે સુરેશભાઈ પાસે ખિસ્સામાં 200 રૂપિયા હોઈ વિપુલએ આ પૈસા આપવા જણાવતા સુરેશએ પૈસા આપવાની ના પાડતા સુરેશનાં ખિસ્સામાંથી 200 રૂપિયા પડાવી લેવા માટે વિપુલ ઉર્ફે કાળુએ સુરેશને માથામાં બ્લોક પથ્થર મારતા સુરેશ લોહીલુહાણ થઈ જતા માથા અને મોઢાનાં ભાગે પણ બ્લોક પથ્થર મારી સુરેશની હત્યા કર્યા બાદ ખિસ્સામાંથી 200 રૂપિયા કાઢી લઈને વિપુલ ઉર્ફે કાળુ ફરાર થઈ ગયો હતો.
નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે
આણંદ ટાઉન પોલીસે હત્યાનાં ગુનામાં આરોપી વિપુલ ઉર્ફે કાળુ રામાજી મારવાડીની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે, માત્ર 200 રૂપિયા માટે મિત્રએ જ મિત્રને બ્લોક પથ્થર મારી હત્યા કરવાની ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.