બુરહાન પઠાણ, આણંદઃ રાજ્યમાં ઓમિક્રોન અને કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી જે કોરોના કેસના આંકડા સામે આવી રહ્યાં છે, તે ડરાવી રહ્યાં છે. રાજ્યમાં ત્રીજી લહેર આવવાની શક્યતા પણ વધી ગઈ છે. આ વચ્ચે કોરોના નિયમોનું પાલન કરવું ખુબ જરૂરી બની રહ્યું છે. આ વચ્ચે સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા યુથ ફેસ્ટિવલના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. પરંતુ કોરોનાના નિયમોનું પાલન કર્યા વગર યુથ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના નિયમોનો ભંગ
આણંદમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ માસ્ક વગર નજરે પડ્યા હતા. આ સિવાય સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનો પણ ભંગ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સાથે જવાબદાર અધ્યાપકો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. યુથ ફેસ્ટિવલના દ્રશ્યોને કારણે કોરોના વિસ્ફોટ થાય તેવી શક્યતા સેવાય રહી છે. હાલમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે, ત્યારે પ્રોટોકોલનું પાલન કરવું ખુબ જરૂરી છે. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં અકસ્માત અટકાવવા નવા છ બ્લેક સ્પોટ જાહેર, આ વિસ્તારમાં વાહન ચલાવતા પહેલાં ધ્યાન રાખજો


આણંદમાં 48 કલાકમાં 32 કેસ
ગુજરાતના અન્ય જિલ્લાની સાથે આણંદમાં પણ કોરોના કેસ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. અહીં છેલ્લા 48 કલાકમાં કોરોનાના 32 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 


હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં ફરી કોરોનીની ત્રીજી લહેર આવી શકે છે. રાજ્યમાં કોરોના સાથે ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ફરી કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. આજે ફરી કોર્ટે રાજ્યમાં વધી રહેલા કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે વધતા કેસ વચ્ચે તૈયારી કરવાનું પણ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube