અમદાવાદમાં અકસ્માત અટકાવવા નવા છ બ્લેક સ્પોટ જાહેર, આ વિસ્તારમાં વાહન ચલાવતા પહેલાં ધ્યાન રાખજો

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે. આ ટ્રાફિકને કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. તંત્રએ અકસ્માત અટકાવવા માટે છ નવા બ્લેક સ્પોટ જાહેર કર્યા છે. 

અમદાવાદમાં અકસ્માત અટકાવવા નવા છ બ્લેક સ્પોટ જાહેર, આ વિસ્તારમાં વાહન ચલાવતા પહેલાં ધ્યાન રાખજો

ઉદય રંજન, અમદાવાદઃ શહેરમાં વધતા જતા વાહનો વચ્ચે અકસ્માતના કેસ સતત વધી રહ્યા છે. અકસ્માત કેસને ઘટાડવા માટે નવા બ્લેક સ્પોટ જાહેર કરાયા છે. આ નવા બ્લેક સ્પોટ કરાયેલાં 6 સ્થળ પર 3 વર્ષમાં 53 અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. હાલ 32 જેટલા બ્લેક સ્પોટ ટ્રાફિક વિભાગ જાહેર કર્યા છે. બ્લેક સ્પોટમાં વઘારો ન થાય તે માટે અલગ અલગ એજન્સી રિસર્ચ કરી રહી છે. આ બ્લેક સ્પોટ પર વાહન ચાલકોએ સાવચેત રહેવાની જરૂર છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં અકસ્માતના બનાવોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા જ્યાં વારંવાર અકસ્માત થતાં હોય તેવા 32 સ્થળોને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા હતા. તેવા જ 6 જેટલા બ્લેક સ્પોટમાં 3 વર્ષમાં સૌથી વધુ અકસ્માત બનાવો બન્યા છે. જોઈએ ક્યાં વિસ્તારને બ્લેક સ્પોટ તરીકે છે અને કેટલા અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે..

બ્લેક સ્પોટ એરિયા    જીવલેણ અકસ્માત (વર્ષ 2018થી20)   મોત (વર્ષ 2018-20)

રખિયાલ ચાર રસ્તા                    08                              01 મોત

બાપુનગર ચાર રસ્તા                   08                               03 મોત

કામદાર મેદાન સારંગપુર              09                                05 મોત

અદાણી સર્કલ રામોલ ટોલ પ્લાઝા     07                                 04  મોત

મણીનગર રેલવે સ્ટેશન                09                                 02 મોત

અડાલજ કટ                             12                               10 મોત

કુલ                                       53                                25 મોત
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news