• આણંદના અર્જુન શાહે મંગળ પર મોકલવા ભારતના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના નામનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ

  • અર્જુનભાઇ શાહ અને તેમના પત્ની લતા શાહ અને પુત્રી એકતા શાહનું નામ મંગળ પર પહોંચી ગયું છે


જપતવ્ય યાજ્ઞિક/આણંદ :નાસાનું પર્સિવરન્સ લેન્ડર-રોવર મિશન માર્સ 2020 તાજેતરમાં સફળતા પૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું છે. 203 દિવસમાં 47.02 કરોડો કિલોમીટરની સફર કરીને મંગળ ઉતારણ કર્યુ. પર્સિવરન્સ લેન્ડ રોવર સાથે પૃથ્વી પરના 10.09 મિલિયન લોકોના નામ મંગળની ધરા પર પહોંચ્યા. જેમાં આણંદ શહેરના શાહ પરિવારના ત્રણ સભ્યોના નામ મંગળ પર પહોંચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળ પર બે ડઝન ગુજરાતીઓના નામ પહોંચ્યા 
માનવી 47.02 કરોડ કિ.મી.દૂર આવેલા મંગળ ગ્રહ પર પહોંચી શકયો નથી. પરંતુ તેનું નામ મંગળ પર પહોંચ્યું. આણંદના અર્જુનભાઇ શાહ અને તેમના પત્ની લતા શાહ અને પુત્રી એકતા શાહનું નામ મંગળ પર પહોંચી ગયું છે.  એકતા શાહ અમેરિકાના ન્યૂ યોર્કમાં રોચેસ્ટર ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી એસ્ટ્રો ફિઝીક્સ વિષયમાં પીએચડીના અભ્યાસ કરી રહી છે. આણંદની એકતા શાહે તેના માતા પિતા સહિત ત્રણે જણાનું નામ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. નામ નોંધવનારાને મંગળ પર જવાનું નથી. પરંતુ નાસાના મિશન સાથે ફીટ બે ચીપમાં તેમના નામ મંગળ પર પહોંચ્યા છે. આ નામોમાં બે ડઝન નામો ગુજરાતીઓના પણ છે. એટલું જ નહિ, પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ પણ મંગળ પર પહોંચ્યું છે. 


આ પણ વાંચો : આ જ્યોતિષીઓએ મળીને સોની પરિવારના રૂપિયા ખંખેરી કંગાળ બનાવ્યા, મોત સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો 


અર્જુન શાહે નરેન્દ્ર મોદીનું નામ મંગળ માટે મોકલ્યું 
ભારત દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીના નામ પૃથ્વીથી 50 કરોડ કિમી દૂર મંગળ પર પંહોચ્યા છે. ત્યારે આણંદમાં રહેતા અર્જુન શાહ ગૃહ ઉદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની દીકરી એકતા શાહ અમેરિકાની રોચિસ્ટર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાં એસ્ટ્રોફીઝીક્સ વિષયમાં પીએચડીનો અભ્યાસ કરે છે. નાની ઉંમરથી જ બ્રહ્માંડના રહસ્યો વિશે અને બીજા ગ્રહોની દુનિયાથી લગાવ ધરાવતી એકતા શાહને વર્ષ 2019 માં  અમેરિકાની એરોનોટીક્સ સંસ્થા દ્વારા "સેન્ડ યોર નેમ ઓન માર્સ" અભિયાન વિશે જાણ થઇ હતી અને તેમણે આ બાબતે આણંદ રેહતા પોતાના પિતાજી અર્જુન શાહને આ વાત જણાવી હતી. તેમણે દેશના ચોકીદાર તરીકે ઓળખ ધરાવતા નરેન્દ્ર મોદી, ચાણક્ય અમિત શાહ અને ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીના નામ મંગળ પર મોકલવાનો વિચાર કર્યો હતો. પોતાની પિતાના આ વિચારને દીકરીને પણ પ્રેરણા મળી અને રાષ્ટ્ર ભાવના સાથે પોતાના ભારતમાં વસતા પિતાના વિચારને સમર્થન આપ્યું હતું.     


આ પણ વાંચો : મલાઈદાર મેયરના પદ માટે આ નામો છે ચર્ચામાં, જાણો કોને લાગશે લોટરી? 


આણંદ માં રહી સામાન્ય જીવન જીવતા અર્જુન શાહને તેમની દીકરીએ ટેલિફોનીક વાતચીતમાં નાસાની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવાનું સમજાવ્યુ હતું. 23 મે, 2019 ના રોજ અર્જુનભાઈએ મંગળ પર મોકલવા ભારતના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીના નામનું રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ત્યારે જુલાઇ 2020 માં અમેરિકાના ફ્લોરીડાના નાસાના સ્પેસ સ્ટેશન પરથી "પર્સીવન્સ" યાને મંગળ તરફ ઉડાન ભરી હતી. અંદાજે 50 કરોડ કિમી દુરની આ સફર પર્સીવન્સે 18 ફેબ્રુઆરી 2021 ના રોજ સફળતાપૂર્વક પૂરી કરી હતી. ત્યારે આજે અર્જુન શાહ પોતાના આ નિર્ણયને લઇને ગર્વ અનુભવે છે.