મલાઈદાર મેયરના પદ માટે આ નામો છે ચર્ચામાં, જાણો કોને લાગશે લોટરી?

મલાઈદાર મેયરના પદ માટે આ નામો છે ચર્ચામાં, જાણો કોને લાગશે લોટરી?
  • મેયર, ડેપ્યુટી મેયર બનવા માટે રીતસરની રેસ ચાલી રહી છે. ત્યારે આગામી સપ્તાહના અંતમાં મહાનગરોને નવા મેયર મળશે
  • ભાવનગર મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર રહી ચૂક્યા છે, હવે 21 માં મેયરની પસંદગી કરાશે

ઝી મીડિયા/બ્યૂરો :મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ત્યારે હવે પદાધિકારીઓના નામની ચર્ચા પર સૌની નજર છે. મલાઈદાર મેયરનું પદ કોણે મળશે, તો સાથે જ અન્ય પદાધિકારીઓમાં કોના કોના નામ સામેલ કરાશે તે વિશે ચર્ચા ચાલી રહી છે. મેયર, ડેપ્યુટી મેયર બનવા માટે રીતસરની રેસ ચાલી રહી છે. ત્યારે આગામી સપ્તાહના અંતમાં મહાનગરોને નવા મેયર (mayor) મળશે. અમદાવાદ, ભાવનગરને 10 માર્ચે નવા મેયર મળશે. તો વડોદરામાં પણ 10 માર્ચે મેયરની નિયુક્તિ કરાશે. રાજકોટમાં 11 માર્ચે નવા મેયરની નિયુક્તિ કરાશે. તો સુરત અને જામનગરમાં 12 માર્ચે નવા મેયરની નિમણૂંક કરાશે. 

મનપાની બેઠકમાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો હાજર રહેશે. જેમાં મેયર સહિત મનપાના પદાધિકારીઓની વરણી કરાશે. તમામ 6 મહાનગરોને મેયર અને પદાધિકારીઓ મળશે. ભાવનગરના નવા મેયરની આગામી 10 મી માર્ચના રોજ વરણી થશે. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ વરણી થશે. ભાવનગર મનપામાં અત્યાર સુધીમાં 20 મેયર રહી ચૂક્યા છે, હવે 21 માં મેયરની પસંદગી કરાશે. 

  • અમદાવાદ

પ્રથમ અઢી વર્ષ એસસી માટે અનામત છે, જેમાં હિમાંશુ વાળા, ડો,ચંદ્રકાંત ચૌહાણ, રાજેન્દ્ર સોલંકી, કિરીટ પરમાર, હેમંત પરમારનું નામ ચર્ચામાં 

  • વડોદરા

વડોદરામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે. ડો.હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, કેતન પટેલ અને કેયૂર રોકડિયા 

  • સુરત

સુરતમાં મહિલા માટે પ્રથમ અઢી વર્ષ અનામત હોવાથી દર્શીની કોઠિયા, હેમાની બોઘાવાલા, ડો. અલ્પેશ મોરજરિયા 

  • રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા પ્રથમ અઢી વર્ષ માટે અનામત છે. જેમાં મેયર પદ માટે હીરેન ખીમણિયા, બાબુભાઈ ઉધરેજા, પ્રદીપ ડવ ચર્ચામાં 

  • જામનગર 

જામનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલા માટે અનામત છે. બીનાબેન કોઠારી, કુસુમ પંડ્યા, ડિમ્પલ રાવલ 

  • ભાવનગર

ભાવનગરનું મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. કીર્તિબેન દાણીધારીયા, વર્ષાબા પરમાર, યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયા રેસમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news