બુરહાન પઠાણ/આણંદ: રોજગારી અર્થે ઓમાન ગયેલા ગુજરાતના અનેક યુવાનો ફસાવવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. ત્યારે આણંદનો યુવક ઓમાનમાં ફસાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પેટલાદના સીલવાઈ ગામનો યુવક હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સીલવાઈનો નારણ તળપદા નામનો યુવક ઓમાનમાં નોકરી અર્થે ગયો હતો, પરંતુ આણંદનો યુવાન હાલ ઓમાનમાં ફસાયો છે. યુવકને કંપની દવારા છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવાનું નહી મળતા યુવકે પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર ચિંતિત બન્યો છે. યુવકે વીડિયો બનાવીને પરિવારજનોને મોકલ્યો હતો, જેણા કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. હાલ સરકાર દ્વારા યુવકને ઓમાનથી પરત લાવવા પરિવાર માંગણી કરી રહ્યો છે.


બીજી બાજુ યુવકે ઓમાનથી વીડિયો મોકલીને પોતાની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું. યુવકે છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવાનું નહી મળતા ત્યાં તેની સ્થિતિ કપરી બની છે. વીડિયોમાં હૈયું ફાટી જાય તેવી યુવકની સ્થિતિ જોતા પરિવારજનો ચિંતિત બન્યા છે. પરિવારજનો ગુજરાતમાં બેસીને યુવકને કેવી રીતે મદદ કરી શકે તેના માટે વિચારી રહ્યા છે. એટલું જ નહીં, આરબ સેઠ દ્વારા છેલ્લા ચાર માસથી યુવકને પગાર પણ ચુકવ્યો નથી. 


આ ઘટનામાં સામે આવ્યું છે કે, ઓમાનમાં 50 થી વધુ ભારતીયો ફસાયા છે, જેમાં એક ગુજરાતી છે. ઓમાનમાં રહેલા યુવકે મોદી સરકારને મદદ માટે ગુહાર લગાવી હતી. તમને જણાવી દઈએ કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યં છે કે, વડોદરાનાં એજન્ટ સહિત બે જણાએ 80 હજાર રૂપિયા લઈ આણંદના યુવકને ઓમાન મોકલ્યો હતો.