Ankleshwar Gujarat Chunav Result 2022: અંકલેશ્વર રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે. અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં 1500થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંકલેશ્વર બેઠક ભાજપના ઉમેદવાર ઈશ્વરસિહનો 40.600 મતે વિજયી..


ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું પરિણામ...


🔸150 જંબુસર વિધાનસભા


ડી કે સ્વામી - ભાજપ - 26000 થી જીત મેળવી


🔸151 વાગરા વિધાનસભા


અરૂણસિંહ રણા - ભાજપ - 13453 થી જીત મેળવી


🔸152 ઝઘડિયા વિધાનસભા


રિતેશ વસાવા - ભાજપ - 21000 + થી જીત મેળવી



🔸153 ભરૂચ વિધાનસભા


રમેશ મિસ્ત્રી - ભાજપ - 64243 થી જીત મેળવી


🔸154 અંક્લેશ્વર વિધાનસભા


ઈશ્વરસિંહ પટેલ - ભાજપ - 40600 થી જીત મેળવી


ભરૂચ જિલ્લો


બેઠક : અંકલેશ્વર
રાઉન્ડ : 15
પક્ષ : ભાજપા
મત : 30141 મતથી આગળ


ભાજપા 76844
કોંગ્રેસ 46712
આપ 3947


2022ની ચૂંટણી
પાર્ટી    ઉમેદવાર
ભાજપ  ઈશ્વર પટેલ
કોંગ્રેસ  વિજય ઉર્ફે વલ્લભ પટેલ
AAP    અંકુર પટેલ


2017ની ચૂંટણી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી. AAPએ ક્ષેત્રપાલ દુર્ગાપ્રસાદને ટિકિટ આપી, બસપાએ ચતનભાઈ કાનજીભાઈને ટિકિટ આપી હતી.


2012ની ચૂંટણી
2012ની વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ગત વખતે કોંગ્રેસના મગનભાઈ બાલુભાઈ પટેલને હરાવીને આ બેઠક કબજે કરી હતી. આ દરમિયાન ઈશ્વરસિંહને 82645 મત મળ્યા હતા અને માત્ર 51202 મતદારોએ કોંગ્રેસના મગનભાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓ લગભગ 20 હજાર મતોથી જીત્યા હતા.