ડમીકાંડમાં SITની તપાસમાં વધુ એક મોટો ધડાકો: એક યુવક પરીક્ષામાં બેસ્યા વગર જ સરકારી નોકરીમાં લાગ્યો!
આ કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીઓ ઝડપાયા છે. લાખો ઉમેદવારોનું સરકારી નોકરી મેળવવાનું સપનું હોય છે અને તેના માટે તેઓ વર્ષો સુધી મહેનત કરે છે પરંતુ તેમના સપનાંની હત્યા કરી છે આરોપી સંજય પંડ્યાએ.
ઝી બ્યુરો/ભાવનગર: ડમીકાંડમાં SITની તપાસમાં વધુ એક મોટો ધડાકો થયો છે. PSI સંજય પંડ્યાએ ડમી ઉમેદવાર તરીકે અક્ષય બારૈયા માટે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો છે. SITએ અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. PSI તરીકે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેતા સંજય પંડ્યાની પણ ધરપકડ કરવામાં આવી છે.
રખડતા ઢોરનો આતંક ડામવા AMC બાઉન્સરો રાખશે, અમદાવાદના 96 સ્થળે કરાશે તૈનાત
કૌભાંડી, બેઈમાન અને ભ્રષ્ટાચારી PSI સંજય પંડ્યા કરાઈ એકેડેમીમાં PSIની તાલીમ લેતો હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 6 આરોપીઓ ઝડપાયા છે. લાખો ઉમેદવારોનું સરકારી નોકરી મેળવવાનું સપનું હોય છે અને તેના માટે તેઓ વર્ષો સુધી મહેનત કરે છે પરંતુ તેમના સપનાંની હત્યા કરી છે આરોપી સંજય પંડ્યાએ.
AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની અટકાયત, હર્ષ સંઘવી પર કરેલી ટિપ્પણી ભારે પડી!
PSI તરીકે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેતો સંજય પંડ્યા ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવાના 25 હજાર રૂપિયા લેતો હતો. SITની ટીમે તળાજામાંથી લેપટોપ અને પ્રિન્ટર કબ્જે કર્યું છે. તેની તપાસ કરતાં ખુલાસો થયો છે કે PSI સંજય પંડ્યા ઉમેદવારોના કોલ લેટરમાં છેડછાટ કરીને ડમી ઉમેદવાર તરીકે ભરતી પરીક્ષામાં બેસતો હતો.
અતીક-અશરફની હત્યાના આરોપીને નૈની જેલમાંથી કરવામાં આવ્યા શિફ્ટ, ચોંકાવનારૂ છે કારણ
અક્ષર બારૈયાના ડમી તરીકે સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી
ભાવનગર પોલીસે આજે જે બે આરોપીઓની અટકાયત કરી છે. તેમાં એકનું નામ સંજય પંડ્યા છે જે કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહ્યો છે. જ્યારે અન્ય આરોપીનું નામ અક્ષર બારૈયા છે. જે ભાવનગરની ગર્વેમેન્ટ એન્જિનિયરીંગ કોલેજમાં કલાર્ક તરીકે નોકરી કરી રહ્યો છે. વર્ષ 2021માં બિનસચિવાલય કલાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અક્ષર બારૈયા તરીકે સંજય પંડ્યાએ ડમી તરીકે પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં અક્ષર બારૈયા પાસ થતા તેને સરકારી નોકરી પણ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે.
જગદીશ ઠાકોર હર્ષ સંઘવી અને પાટિલ વિશે એવું તે શું બોલ્યા કે ભાજપ ભડક્યું?
SITની રચના
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB,SOG,અને પેરોલ ફર્લે સ્કવોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.