Atiq Ahmad Shot Dead: અતીક-અશરફની હત્યાના આરોપીને નૈની જેલમાંથી કરવામાં આવ્યા શિફ્ટ, ચોંકાવનારૂ છે કારણ

Atiq Ahmad Shot Dead Accused Shifted Pratapgarh Jail: અતીક અહમદ અને તેના ભાઈ અશરફને મેડિકલ માટે લાવવામાં આવ્યા ત્યારે ત્રણ યુવકોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ સરેન્ડર કરી દીધુ હતું. 
 

 Atiq Ahmad Shot Dead: અતીક-અશરફની હત્યાના આરોપીને નૈની જેલમાંથી કરવામાં આવ્યા શિફ્ટ, ચોંકાવનારૂ છે કારણ

પ્રયાગરાજઃ શનિવારે રાત્રે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની ત્રણ લોકોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્રણેય આરોપીઓની પોલીસે ઘટનાસ્થળેથી ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેને નૈની જેલમાં રાખવામાં આવ્યા હતા પરંતુ ત્રણેય આરોપીઓના જીવનું જોખમ હોવાને કારણે તેને નૈની જેલથી પ્રતાપગઢ જેલ શિફ્ટ કરવામાં આવ્યા છે.

આતિક-અશરફ હત્યા કેસ અંગે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હમીરપુરના સની (23), બાંદાના લવલેશ તિવારી (22) અને કાસગંજના અરુણ કુમાર મૌર્ય (18)ને વહીવટી આધાર પર પ્રયાગરાજની કેન્દ્રીય જેલમાંથી જિલ્લા જેલ પ્રતાપગઢ શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે ત્રણેય આરોપીઓને બપોરે 12 કલાકે પ્રયાગરાજથી લાવવામાં આવ્યા અને બપોરે 2.10 કલાકે પ્રતાપગઢ જેલમાં પ્રવેશ કર્યો હતો. અતીક અશરફ હત્યાકાંડના ત્રણેય આરોપી કોન્ટ્રાક્ટ કિલર હોવાનું સામે આવી રહ્યું છે. આ હત્યાકાંડની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. 

આરોપીઓનું કબૂલનામું
અતીક અને અશરફ પર હુમલો કરનારનું નામ લવલેશ તિવારી, અરૂણ મૌર્ય અને સની છે. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે- માફિયા અતીકનો પાકિસ્તાન સાથે સંબંધ હતો. તેણે અને તેની ગેંગમાં સામેલ સભ્યોએ તમામ નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો હતો અને વિરોધમાં નિવેદન આપનાર લોકોને પણ છોડતો નહીં. તેનો ભાઈ અશરફ પણ આ કામ કરતો હતો, તેથી અમે બંનેને મારી નાખ્યા. કાલ્વિન હોસ્પિટલમાં બંને ભાઈઓની હત્યા કરનાર આરોપીઓએ પોલીસની સામે આ નિવેદન આપ્યું છે. 

ત્રણેય આરોપી પહેલાં પણ જઈ ચુક્યા છે જેલ
ત્રણેય અલગ-અલગ કેસમાં પહેલાં પણ જેલ જઈ ચુક્યા છે. પોલીસ તે પણ જાણકારી મેળવી રહી છે કે આરોપી ક્યારે અને કઈ રીતે પ્રયાગરાજ આવ્યા હતા. તેને ક્યા લોકોએ મદદ કરી હતી. જાણવા મળ્યું કે લવલેશ તિવારી બાંદા, સની જૂના હમીરપુર અને અરૂણ મૌર્યા કાસગંજનો રહેવાસી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news