જયંતિ સોલંકી, વડોદરાઃ દેશભરમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થવાનું છે. પરંતુ ચૂંટણી પરિણામ આવતા પહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યાં છે. ગઈકાલે અમુલ ડેરી દ્વારા દૂધ સહિત અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બરોડા ડેરી દ્વારા પણ વધારો ઝીંકાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો
બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગૂ થઈ જશે. દૂધના ભાવમાં અચાનક થયેલા વધારાની અસર સામાન્ય લોકો પર પડવાની છે. મોંઘવારીમાં જીવી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગશે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં આંધી-વંટોળ, ભારે પવન સાથે વરસાદની શક્યતા, હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી


અમુલ ડેરીએ પણ કર્યો હતો વધારો
રવિવારે અમુલ ડેરી દ્વારા દરેક પ્રકાના દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો અમલ આજથી થઈ ગયો છે. આજથી અમુલ ગોલ્ડ, અમુલ તાઝા અને અમુલ શક્તિના ભાવમાં વધારો થઈ ગયો છે. અમુલ ગોલ્ડનો ભાવ 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. 


  • અમૂલ ગોલ્ડ 66 રૂ લીટર

  • અમૂલ શક્તિ 60 રૂ લીટર

  • અમૂલ તાજા 54 રૂ લીટર


હાઈવે પર ટોલટેક્સમાં પણ વધારો 
ચૂંટણીના પરિણામ પહેલા એક નહિ, મોંઘવારીને બે માર પડ્યા છે. પરિણામ પહેલાં ટોલ ટેક્સનો વધુ એક માર ઝીંકાયો છે. ટોલ ટેક્સ પર 5 ટકા વધારો ઝીંકાયો છે. NHAIએ દેશભરમાં ટોલ ટેક્સ વધાર્યો છે. આ પહેલા 1 એપ્રિલથી ભાવ વધારો લાગુ થવાનો હતો. પરંતુ આચાર સંહિતાના પગલે હવે વધારો કરાયો છે. નવો ટોલ ટેક્સનો ભાવ વધારો આજથી જ લાગુ થશે.