તેજસ મોદી, સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી હસમુખભાઇ કાનાભાઇ અને મુકેશ કરશનભાઇને બાતમી મળી હતી કે અડાજણ પાલનપુર કેનાલ રોડ પર આવેલા રાજ વલ્ડ શોપીંગ સેન્ટરના બીજા માળે આવેલી ઓફિસ નંબર -૨૧૧ માં સુલેમાન ગફાર મેમણ તથા ફિરોજ રફિક ખાંદા કોલ સેન્ટર ચલાવી રહ્યો છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યા હતાં. દરોડા સમયે કોલ સેન્ટરમાં કેટલાક કર્મચારીઓ કામ કરતાં હતાં. પોલીસે સુલેમાન મેમણ સહિત 15 લોકોની ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો હતો કે આરોપીઓ સાથે મળી એકબીજાની મદદગારીથી ગ્રાહકો સાથે છેતરપીંડી કરવા પુર્વયોજીત કાવતરુ ઘડી ગેરકાયદેસર રીતે કોલસેન્ટર ચલાવી રહ્યા હતાં. કોલ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ ફોન કરી ગ્રાહકોને પૈસા જમા કરાવવા ખોટા નામથી પેટીએમ એકાઉન્ટ ખોલતા હતાં, જેના માટે મોબાઇલ ફોન નંબરોનો ઓનલાઇન ડેટાબેઇઝ ખરીદતા હતાં. 


મુખ્ય સુત્રધાર સુલેમાન મેમણ તથા ફિરોજ ખાંધા નાઓએ અન્ય સહ આરોપીઓ મારફતે પ્રોફોક્ષીયા ડોટ કોમ વેબસાઇટના માધ્યમથી ફોરેકસ માર્કેટીંગ તથા સ્ટોક માર્કેટીંગ સંદર્ભે લોભામણી લલચામણી સ્ક્રીપ્ટો બનાવી હતી, જેની મદદથી જુદા જુદા ફોન નંબરથી મોબાઇલ ફોન કરી ગ્રાહકોને કોલ કરી ખોટા નામથી ઓળખ આપી વધુ વળતરની સ્કીમોમાં રૂપિયાનું રોકાણ કરવા લાલચ આપતા હતાં. લોકને વિશ્વાસ અને ભરોસોમાં લઇ તેમના રૂપિયા ખોટી રીતે પેટીએમમાં ટ્રાન્સફર કરાવતા હતાં. આમ વિશ્વાસપાત અને છેતરપીંડી કરી લોકોને મોટું આર્થિક નુકશાન પહોચાતા હતાં. 


પોલીસે સુલેમાન ગફાર મેમણ, મંજુર ઇલાહી શેખ, બશીર ઇબ્રાહીમ હાફેજી, મોઇન ફારૂક શેખ, ફૈઝ મકસુદ ખાન, નદિમ સીદીક શેખ, અનીસ ઉમર સોની, ઇસ્તીયાઝ ઝાકીર મેમણ, યુસુફ મોહમદ ટેલર, આદિલ ગુલામ મલેક, સાહિદ રશીદ શેખ, સાલેહા રાશેદ નીયાઝ શેખ, મનીષા આનંદ શાહ, શબીહાબાનુ અબ્દુલ સત્તાર શેખ, રમીઝામોહમદ કાસીમ શેખ, સાયરા ઉમર મોહમદ આજમ સોનીની ધરપકડ કરી હતી, જ્યારે ફિરોજ રફિક ખાંદા મળી નહિ આવતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 35 મોબાઇલ, 5 લેપટોપ, રોકડા રૂ .૧૨,૭૬૦, એક પ્રિન્ટર, 21 ડાયરીઓ જપ્ત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર