અમદાવાદઃ રાજકોટમાં થોડા દિવસ પહેલા એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. આ મામલો હજુ શાંત થયો નથી. ત્યાં અમદાવાદ શહેરના મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. હોસ્પિટલના ઓક્સિજન મીટરમાં આગ લાગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં સતત બની રહી છે આગની ઘટના
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. આજે મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં ઓક્સિજન મીટરમાં લાગી હતી. હાલ તો ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ રાજ્યમાં સતત કોવિડ હોસ્પિટલમાં લાગી રહેલી આગને કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં વિચિત્ર અકસ્માત, BRTS બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા


કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આઠ જેટલી હોસ્પિટલમાં આગ લાગી છે. સરકાર માત્ર તપાસનું નાટક કરી રહી છે. આ સિવાય ગમે તેને હોસ્પિટલ ચલાવવાની મંજૂરી આપી રહી છે. સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે ગાઇડલાઇન બહાર પાડી પણ તેનું પાલન થઈ રહ્યું નથી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube