સુરતઃ ડાયમંડ નગરી સુરત શહેર તેના બ્રિજોને કારણે જાણીતું છે. પરંતુ બ્રિજની ગુણવત્તા પર અનેક વખત સવાલો ઉઠે છે. હાલ શહેરનો એક બ્રિજ જર્જરિત બનતાં હવે સાંસદે જ કમિશનરને પત્ર લખીને સવાલો ઉઠાવ્યા છે...ત્યારે કયો છે આ બ્રિજ?, કેવી છે તેની દુર્દશા?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેર તેના વિકાસને કારણે જાણીતું છે. એક પછી એક બની રહેલા અનેક બ્રિજને કારણે આ શહેર બ્રિજ નગરી તરીકે પણ જાણીતું છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શહેરના બ્રિજની જાણે માઠી દશા બેઠી છે. તેમાં પણ ચોમાસા પછી તો બ્રિજની ગુણવત્તા સાવ બગડી ગઈ છે...જુઓ આ છે શહેરનો હોપપુલ...બ્રિજમાં અનેક જગ્યાએ બાકોરા પડી ગયા છે...બ્રિજમાંથી સળિયા દેખાવા લાગ્યા છે...જેના કારણે તે જોખમી બન્યો છે....રાંદેર અને અડાજણને જોડતો આ બ્રિજનું નિર્માણ 1966માં થયું હતું....ત્યારપછી વર્ષ 2015માં બ્રિજની બાજુમાં જ 70 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાયો હતો...પરંતુ હવે આ બ્રિજ જોખમી બન્યો છે....


આ પણ વાંચોઃ બંગાળની ખાડી અને અરબી સમુદ્રની સિસ્ટમ થશે ભેગી! વરસાદ જ નહીં વાવાઝોડાનો પણ ખતરો


લોકો માટે ખુબ જ ઉપયોગી આ બ્રિજની દુર્દશા જોઈને સાંસદ નારાજ થયા છે. સાંસદે બ્રિજના ત્વરીત સમારકામ માટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે....સાંસદ મુકેશ દલાલે દાવો કર્યો કે મેં આ બ્રિજનું જાતનિરીક્ષણ કર્યું છે. જેમાં અનેક જગ્યાએ તાકીદે મરામત કરવાની જરૂરિયાત વર્તાઈ છે. 


અડાજણથી ચોક તરફના ભાગે બ્રિજના છેડાની પાળીઓ અત્યંત જોખમી બની ગઈ છે...કેટલીક જગ્યાએ તો કોઈ પણ વ્યક્તિ નદીમાં ખાબકી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સુરતનો આ પૌરાણિક બ્રિજને સુરત કોર્પોરેશન ક્યારે મરામત કરીને ફરી નવો બનાવે છે તે જોવું રહ્યું....