રાજકોટથી 1200 મજૂરોને લઈને બીજી ટ્રેન ઉત્તર પ્રદેશ રવાના
આજ રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી સવારના 8.35 વાગ્યે બીજી શ્રમિક સ્પેશિયલ ટ્રેન યૂપીના બલિયા ગામ ખાતે મોકલવામાં આવી જેમાં 1200 લોકો પોતાના વતન જવા રવાના થયા છે.
રક્ષિત પંડ્યા/રાજકોટઃ લૉકડાઉનને કારણે રાજકોટમાં ફસાયેલા મજૂરો માટે સતત બીજા દિવસે ઉત્તર પ્રદેશ માટે ટ્રેન મોકલવામાં આવી છે. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં શ્રમિકો વતન જવા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જેમને તંત્ર દ્વારા વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી. રાજકોટ શહેરમાંથી વતન જવા માંગતા 6000 પરપ્રાંતીય શ્રમિકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી આજે બીજા દિવસે યૂપીના બલિયા ગામ ખાતે બીજી ટ્રેન રવાના કરવામાં આવી હતી જેમાં શ્રમિકોનું મેડિકલ ચેકઅપ કરી બાદમાં તેમને પાણી અને ફૂડ પેકેટ આપી વતન મોકલી આપવામાં આવ્યા હતા.
આજ રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી સવારના 8.35 વાગ્યે બીજી શ્રમિક સ્પેશિયલ ટ્રેન યૂપીના બલિયા ગામ ખાતે મોકલવામાં આવી જેમાં 1200 લોકો પોતાના વતન જવા રવાના થયા છે અને સાંજના 6 વાગ્યે ત્રીજી ટ્રેન યુપી મોકલવામાં આવશે. ટ્રેનમાં ખાસ સોશિયલ ડિસ્ટેન્સિંગ ઝળવાઈ રહે માટે એક સીટ પર માત્ર એક જ વ્યક્તિ બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળી વ્યવસ્થા ગોઠવી પ્રથમ ટ્રેન રવાના કરી આવતા દિવસોમાં સમયાંતરે નિયત કર્યા મુજબ ટ્રેનમાં શ્રમિકોને વતન મોકલવા વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાત સરકાર આગેવાનો સાથે મળીને પરપ્રાંતિયોનું લિસ્ટ બનાવશે
રાજકોટની કાનુડા મિત્ર મંડળ સંસ્થા આવી શ્રમિકોની મદદે
રાજકોટના કાનુડા મિત્ર મંડળના લોકો શ્રમિકોની વહારે આવ્યા છે. કાનુડા મિત્ર મંડળ દ્વારા ગઇકાલે 1200 શ્રમિકો ને વતન મોકલવા માટે કુલ 8.70 લાખ રકમની ટિકિટ કાનુડા મિત્ર મંડળ દ્વારા કરી આપવામાં આવી હતી અને આજ રોજ બીજા દિવસે પણ શ્રમિકો ને વતન જવા માટે ટિકિટ સહાય આપવામાં આવી છે. જેમાં 2 લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં આવ્યા હતા. સાથે જ તમામ શ્રમિકોને પાણીની બોટલ અને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે આવતા દિવસોમાં શ્રમિકોને વતન મોકલવા માટે સરકાર સૂચના આપશે તો તેનો ખર્ચ પણ ઉપાડવા કાનુડા મિત્ર મંડળની તૈયારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર